Abtak Media Google News

માલ સાચવવા યોગ્ય વ્યવસ્થાના અભાવે થાય છે કરોડોનું નુકશાન

ભારતની મુખ્ય ઓળખ એટલે કૃષિ પ્રધાન દેશ ભારતમાં લગભગ પપ ટકા લોકો ખેતી પર નભે છે. પરંતુ ઉત્પાદન વધતા પોષણક્ષમ ભાવ ન મળવા તે ખેડુતોની મુખ્ય સમસ્યા છે. હાલ ખેડુતો માલને સ્ટોક નથી કરી શકતા કેમ કે વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજના ભાડા ખુબ જ વધારે હોય છે. જે નાના ખેડુતોને પોષાય નહી જેના કારણે ખેડુતોને બીજું ઉત્પાદન લેવા માટે અગાઉના વાવેતરનું વેચાણ કરવાની ફરજ પડે છે. હાલ આ સમસ્યા ખેડુતોને વત્તા-ઓછા અંશે નડતી હોય છે જેનું નિરાકરણ લાવવા સરકારે પહેલ કરી છે હવે સરકાર કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ ઉભા કરશે.અને તે ખેડુતોને ખુબ જ નજીવા દરે આપવામાં આવશે જેથી ખેડુતોનો ઉકેલ આવે અને જે માલ બગડી જવાની સમસ્યા છે તેનો નિવેડો  પણ આવે.આ વિશે બેડી માર્કેટીંગ યાર્ડના ખેડુતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ પોષણક્ષમ ભાવ ન મળવા તે મુખ્ય સમસ્યા છે જેનાથી ખેડુતો પિડાય રહ્યા છે જેનો ઉકેલ ખુબ જ જરુરી છે. પોષણક્ષમભાવ ન મળવા પાછળના કારણ વિશે ખેડુતોને વિસ્તૃતમાં પુછતા ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે મોટા ભાગના ખેડુતોએ કપાસનું વાવેતર કર્યુ હતું પરંતુ બિમારીના કારણે કપાસ સંપૂર્ણપણે બગડી ગયું હતું. જેની સામે મગફળીનું ઉત્પાદન ખુબ સારુ રહ્યું હતું અને ભાવ પણ ઉંચા હતા જેના કારણે આ વર્ષે ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યુ હતું અને મગફળીનું ઉત્પાદન ખુબ સારુ રહ્યું વધારે ઉત્પાદનના કારણે ભાવ નીચા ગયા છે. અને શિયાળુ પાક લેવાના હોવાથી ખેડુતોને આ ઉત્૫ાદન કાઢવાની ફરજ પડી હતી. જો સરકાર કોલ્ડ-સ્ટોરેજ અને વેર હાઉસ ઉભા કરીને ખેડુતોને નજીવા દરે આપે તો વતા-ઓછા અંશે આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ ઉલ્લેખનીય છે કે ખેડુતોએ એવું પણ જણાવ્યું હતું કે પોષણક્ષમ ભાવ મળે તે મુખ્ય બાબતછે અને પૈસાની જરુરીયાત હોવાના કારણે ખેડુતો માલ સ્ટોક નથી કરી શકતા અને નીચા ભાવે ઉત્પાદન વેચી નાખે છે તેથી પ્રથમ પોષમક્ષમ ભાવ મુખ્ય જરુરીયાત છે.આ બાબતે કમિશ્નર એજન્ટ એસો. ના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે સરકારના ખેડુતને રાહત આપતા બધાં જ નિર્ણયોને અમે વધાવીએછીએ પરંતુ સરકારે ખેડુતલક્ષી નિર્ણયોને પ્રાથમીકતા આપવી જોઇએ નહી કે અંતે રાખવા જોઇએ. સરકાર ખેડુતો સામે ઘ્યાન આપે તેથી મોટી બાબત કોઇ નથી.આ બાબતે વેપારીઓએ ખુશીની લાગણી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે હાલ કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસના ભાડા પોષાય તેવા નથી ખુબ જ વધારે ભાડુ હોવાથી અમારે ખોટ ખાઇને વેપાર કરવો પડે છે જો સરકાર આવી યોજના બહાર પાડે તો ખુબ સારું કહેવાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.