વેરાવળના વોર્ડ નં. ૧૦માં નવા રસ્તાઓ બનાવવા કોંગ્રેસની માંગ

ચોમાસા પહેલા આ મામલે ગંભીરતા લેવા ચીફ ઓફીસરને રજૂઆત

વેરાવળ શહેરમાં વોર્ડ નં.૧૦ ના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી શેરી ગલીઓમાં રસ્તાઓ તૂટી ગયેલ છે.

જે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા ઉપપ્રમુખ અશ્ર્વિનભાઇ સુયાણી દ્વારા તાત્કાલીક ધોરણે નવા રસ્તા બનાવવાની માંગણી કરી છે.

આ અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આ વોર્ડના નગરસેવક સ્વ. રમાબેન સુયાણી દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઘણી અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ વોર્ડ નં.૧૦ ના રસ્તાઓ બિસ્માર હાલતમાં જ છે વધુમાં વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે મેઇન રોડના રોડ રસ્તાઓ નવા બનાવવા માટે રજુઆત કરેલ તેમજ સ્થળ ખરાઇ કરાવવા વેરાવળ ચીફ ઓફીસર તથા લાગતા વળગતાઓ પાસે માંગણી કરેલ, અને હાલમાં ચોમાસુની રૂતુ નજીકમાં આવતું હોય તો આ બાબતની ગંભીરતા લાવી આ કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવે તેમ તેમ ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી.

Loading...