Abtak Media Google News

વોર્ડ નં.૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી નિર્મલા રોડ, જલારામ-૧ વિસ્તારમાં આવેલ નવીનનગરમાં પેવીંગ બ્લોકનું કામ મંજુર થતા સોસાયટીના પ્રમુખ સુરેશભાઇ સગપરીયા તથા વયોવૃઘ્ધ મહિલા અગ્રણી કુસુમબેન શાહના હસ્તે આ કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ.

આ પ્રસંગે કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, વોર્ડ કોંગી પ્રમુખ  જયદીશભાઇ ડોડીયા ઉપરાંત સ્થાનીક આગેવાનો કશ્યપભાઇ પોટા, મુકુંદભાઇ ભટ્ટ, પ્રયુલભાઇ મહેતા, સુનીલભાઇ સગપરીયા, કલ્પેશભા ભટ્ટ  વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.