Abtak Media Google News

વડિયાના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રકચાલક ઉંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ધુસી ગયોને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાની ટળી જોકે જાણવા મળતી વિગત અનુસાર વડિયાના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રીના 3 વાગ્યા આસપાસ જામનગર બાજુથી આવતો રેતી ભરેલ ટ્રક દ્રાઈવરને ઉંઘ આવતા ધોરાજી આરામ ફરમાવેલ પણ મચ્છરના ત્રાસથી ભરનિંદ્રામાં ટ્રક લઈને રાજુલા તરફ નીકળી જતા વડીયાના ચારણીયા રોડ રહેણાક વિસ્તાર ( મફતપ્લોટ ) પાસે દ્રાઈવરને જોકુ આવીજતા ટ્રક બેકાબુ બન્યોને રોડની સાઈડમાં આવેલ પાનનો ગલ્લો હતો.

વડિયા ટ્રક અકસ્માત 8341જેમા દુકાનમા ઘુસી ગયોને દુકાન નષ્ટ કરી નાખી માત્રને માત્ર સટર ઉભું રહ્યું જો આ દુકાનના હોત તો આગળ રહેણાક વિસ્તારના મકાનો આવેલા છે જેમાં એક એક મકાનની અંદર 5 થી 6 સભ્ય રહે છે જે રાત્રીના ગાઢ નિંદ્રામાં દુર્ઘટના થી મોટી જાનહાની બનત જે બેકાબુ બનેલા ટ્રકને આ પાનના ગલ્લાએ રોક્યો જેથી કરીને આ મકાનો મા રહેતા લોકોની મોટી જાનહાનિ ટળી અને દુકાનને વેર વિખેર કરીનાખી છે ને માલસામાનને પૂરેપૂરો બરબાદ કરી નાખ્યો છે.

વડિયા ટ્રક અકસ્માત 1878જોકે દુકાનદાર ઉનાળાની ઋતુને લીધે ગઈકાલેજ ફ્રિજ નવું મુકેલ અને ટ્રકમાં લખેલું છે ” તોફાની કાનુડો ” દ્રાઈવર ઉંધીજતા કાનુડો તોફાને ચડ્યો જોકે આ દુકાન નહોત તો અનેક જિંદગી ભરનિંદ્રામાં મોતને ભેટી જાત દુકાન હોવાના લીધે તમામના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના ટળી જે લોકો તર્ક વિતર્કની વાતો કરી રહયા છે ને દુકાનદારની નુકશાની અને અનેક જિંદગી બચી ગઈ એ વિશે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.

વડિયા ટ્રક અકસ્માત 5981(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.