Abtak Media Google News

વલ્લભકુળના યુવા વૈશ્ર્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના ૩રમાં જન્મદિવસ પ્રસંગે વૈષ્ણવાચાર્ય ઉમટયા: મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવોની ઉ૫સ્થિતિ

વલ્લભકુળના યુવા વૈષ્ણવાચાર્ય પૂજય પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયનો ૩રમો જન્મદિવસ ર૦ હજારથી વધુ વૈષ્ણવોની ઉ૫સ્થિતિમાં ઉજવાઇ ગયો. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સહીતના મહાનુભાવો હાજર રહ્યો હતો.પૂ. વ્રજરાજકુમારજીનો ૩રમો જન્મ દિવસ ગઇકાલ રવિવારે પૂ.શ્રીના પિતામહશ્રી પિતાશ્રી, માતાશ્રી  ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તથા હજારો વૈષ્ણવોની સ્વંભૂ ઉ૫સ્થિતિમાં ઉજવાયો, આ મંગલ પ્રસંગે પૂ.શ્રીના પરીવાર દ્વારા દીપ પ્રાગટય બાદ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, અશોકભાઇ શાહ વગેરેએ પૂ.શ્રીને માલ્યાર્પણ કરીને જન્મદિનની શુભેચ્છા સાથે અભિવાદન કર્યુ હતું. વધાઇના આ પ્રસંગે મૌલેશભાઇ ઉકાણીએ પ્રારંભિક ઉદબોધનમાં આનંદ વ્યકત કરતાં કહ્યું હતું કે આજનો દિવસ રાજકોટ માટે સોનાનો છે. પૂ. વ્રજરાજકુમારજીના ૩રમા જન્મ દિવસની ઉજવણીનો આપણને લાભ મળ્યો છે. આપણા સૌનું સૌભાગ્ય છે. પૂ. શ્રી યુવાનોની ઉજજવળ કારકીદી માટે ખુબ જ મહેનત કરે છે. રાજકોટ પાસેના ચોરડી ગામે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પૂ.શ્રીનું સ્વપ્ન નિશ્ર્ચિત સાકાર થશે એની હું ખાત્રી આપું છું. ભવ્યાતિભવ્ય અને નવ્યાતિનવ્ય સંકુલ માનવ સમાજની ભાવિ પેઢીમાં સંસ્કાર લક્ષી પરીવર્તન લાવશે. આ ઐતિહાસિક સંકુલને  પરિપૂર્ણ કરવા અમે સૌ કટીબઘ્ધ છીએ. શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ વિશ્ર્વને પુષ્ટિ માર્ગનો પરિચય કરાવશે.નિધિ ધોળકીયા ગ્રુપના કૃષ્ણ ભકિતના મધુર કંઠે ગવાતા ગીત સંગીત વચ્ચે પૂ.શ્રીનું મંચસ્થ મહાનુભવો કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મહેન્દ્રભાઇ ફળદુ (પ્રમુખ રાજકોટ vyo) મૌલેશભાઇ ઉકાણી, ગુણવંતભાઇ ડેલાવાળા, જગદીશભાઇ કોટડીયા, રમેશભાઇ ધડુક, નૈમિશભાઇ ધડુક, નાથાભાઇ કાલરીયા, કિશોરભાઇ ભાલાળા, મનસુખભાઇ ઝાલાવાડીયા, પ્રવિણભાઇ કનેરીયા, લાલાભાઇ, ચેતનભાઇ ભૂવા, કાંતિભાઇ સુદાણી, દિપકભાઇ વાધાણી, સચિનભાઇ શેઠ, શીતલબેન શેઠ (યુએસએ) વગેરે vyo ના  સૌરાષ્ટ્ર પ્રમુખ રાકેશભાઇ દેસાઇ, નીતીનભાઇ જાગાણી, જયેશભાઇ વાછાણી, ભરતભાઇ ઘોડાસરા, અરવિંદભાઇ લાડાણી તથા શહેરની સંસ્થાઓએ ફુલહાર, મોમેન્ટો, શાલ ઓઢાડીને પૂ.શ્રીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપીને અભિવાદન કર્યુ હતું.પૂ. વ્રજરાજકુમારજીએ વૈષ્ણવ સમુદાય સમક્ષ વચનામૃતમાં કહ્યું કે, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિશ્ર્વને નેતૃત્વ પુરુ પાડયું છે. ગાંધીજી, સરદાર, નરેન્દ્રભાઇ મોદી તેના દ્રષ્ટાતો છે. વિજયભાઇ ‚પાણીના સફળ નેતૃત્વને ગુજરાત માણી રહ્યું છે. નર્મદાના નીરને ગામડે ગામડે પહોંચાડવાના તેમના સનિષ્ઠ પ્રયાસો સરાહનીય છે. ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ વિજયભાઇના નેતૃત્વનો નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાની મુલાકાત દરમ્યાન મને કહ્યું કે, શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણ કાર્યમાં સરકાર સંપૂર્ણ સહયોગ આપશે., કેન્દ્ર અને ગુજરાતની સરકાર vyo ને ખુબ સહયોગ આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે રાજકોટની તેમની એક કથામાં મારા પૂ. પિતૃ ચરણે ભવિષ્યવાણી ભાખી હતી કે નરેન્દ્રભાઇ એક દિવસ ભારતનું સુકાન સંભાળશે, જે સાચું ઠયું છે.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ એમના પ્રાસંગીક ઉદબોધનમાં ગુજરતની જનતા વતી પૂ.શ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, પૂ.શ્રીએ ૩ર વર્ષના ટૂંકા જીવનકાળમાં અદભુત સિઘ્ધિ મેળવી છે. સત્કાર્યો ઇશ્ર્વરની કૃપા હોય, ઇશ્ર્વર સાથે હોય ત્યારે જ શકય બને છે., છેલ્લાં ૧૦ વર્ષના પૂ.શ્રી ના દરેક પ્રકલ્યો પ્રસંશનીય છે. રાજકોટની ધરતી ઉ૫ર પૂ.શ્રીનો જન્મદિવસ ઉજવાય તેનો મને આનંદ અને ગૌરવ  છે., તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારત વિશ્ર્વમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યું છે. ભારતનો આવનારો સમય ગીતા, ગંગા અને ગાયનો હશે. ગુજરાતમાં ભાજપની સરકારે ધાર્મિક યાત્રાધામો વિકસાવવાના કાર્યો કર્યા છે.પૂ. વ્રજરાજકુમારના પિતામહ પૂ. મથુરશ્ર્વરજી મહારાજે ગુજરાતના લોકલાડીયા વિજયભાઇને અભિનંદન આપ્યા હતા. અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતની મોટી હસ્તી છે. ત્યારે લોકોને આંખ વીંચીને ટેકો આપવો જોઇએ વિજયભાઇ ‚પાણીના વિજય માટે તેમણે દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી પૂ. દ્રુમિલકુમારજી મહોદયશ્રીએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, વ્રજરાજકુમાર બાવાશ્રીની દિવ્ય ઉ૫લબ્ધિઓ પ્રભુકૃપાનો પ્રસાદ વે. અભિવાદન સમારંભના સમાપનમાં ઠાકોરજીના સુખાથૈ રંગ મહલનો મનોરથ અને પૂ.શ્રીના કેસર સ્નાન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.આ ભવ્ય અને અલૌકિક કાર્યક્રમને સફળ બનાવવા vyo ના જોઇન્ટ સેક્રેટરી જીતેનભાઇ સોની, કલબ યુ.વી.ના કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.