Abtak Media Google News

વીવીપીમાં વિઘા, વ્યવસાય અમે પ્રતિષ્ઠાન છે: પૂ. અપૂર્વમુની સ્વામી

સમગ્ર ગુજરાત અને ભારતની અગ્રગણ્ય એવી વીવીપી ઇજનેરી કોલેજ કે જેનું મુખ્ય સુત્ર રાષ્ટ્રય સ્વાહા ઇદ ન મમ છે તેમાં પ્રથમ વર્ષના વિઘાર્થીઓના સ્વાગત અર્થે પ્રવેશોત્સવ-૨૦૧૮ યોજાઇ ગયેલ જેમાં વિશાળ સંખ્યામાં વાલીઓ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદીરના ખ્યાતનામ અને યુઘ્ધા સંત અપૂર્વમુનિ અતિથિ વિશેષ તરીકે હાજર હતા. ઉપરાંત વિદ્વાન એવા વિશ્ર્વબંધુ સ્વામી પણ ઉ૫સ્થિત રહ્યા હતા ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ અને આચાર્ય ડો. જયેશભાઇ દેશકર હાજર હતા.

કાર્યક્રમની શરુઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવેલ ત્યારબાદ ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ દ્વારા અપૂર્વમુનિને અને આચાર્ય ડો. જયેશભાઇ દેશકર દ્વારા શ્રી વિશ્ર્વબંધુ સ્વામીને પુષ્પગુચ્છ મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવેલ.

આ પ્રસંગે વિઘાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા પોતાની આગવી શૈલીમાં અપૂર્વમુનીએ જણાવેલ કે વીવીપી એક એવી સંસ્થા છે જયાં ખરેખર વિઘા, વ્યવસાય અને પ્રતિષ્ઠા છે. તેમણે વિઘાર્થીને પોતાની જવાબદારી સમજીને કેળવ ઇજનેર જ નહી પણ શ્રેષ્ઠ નાગરીક  બનીને સમાજ અને રાષ્ટ્રનું નિમાર્ણ કરવામાં સહભાગી બનીને ભારતમાતાને ફરી ઉચ્ચ શિખરે બીરાજવા માટે અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.