Abtak Media Google News

સિવિલ વિભાગ દ્વારા બૃનો મેન્ડીઓકસ (બેલ્જિયમ, સિવિલ ઈજનેર)ના એકસપર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુબઈના બુર્જ ખલીફાના બાંધકામમાં એક અગત્યના ઈજનેર તરીકે જોડાયેલા બૃનોએ ખાસ હાજરી આપી. બૃનોએ સિવિલ એન્જિનિયરીંગ ફિલ્ડના જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ અત્યારના માર્કેટ માટે તૈયાર થાય તેમજ બાંધકામ અને કોન્ટ્રાકટર સંબંધિત જરૂરી આવડતોની ચર્ચા કરી હતી. વિશ્વ લેવલે અત્યારે બાંધકામ ઉધોગોમાં શું નવીનતા અને પડકારો ચાલી રહ્યા છે તે અંગે વિસ્તૃત છણાવટ કરી હતી અને અંતમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. વિદ્યાર્થીના પ્રશ્નોના સમાધાન પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સિવિલ એન્જિનિયરીંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ આ એકસપર્ટ ટોકનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના આયોજન માટે આચાર્ય ડો.જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ ડો.જિતેન્દ્ર મહેતા અને સિવિલ ઈજનેર વિભાગના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં આયોજન માટે વીવીપીના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીયારે સિવિલ વિભાગના પ્રાઘ્યાપકોને બિરદાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.