Abtak Media Google News

કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણ માટે મોઢ વણિક દાતાઓએ અર્પી મહત્તમ ધનરાશી

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ના યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાનિઘ્યમાં સર્વ જ્ઞાતિના વૈષ્ણવ સમુદાયને જોડવા માટેના અભિયાન ‚પે સર્વે જ્ઞાતિ – સંગઠનો, એસોસીએશન અને જુદી જુદી સંસ્થાઓની ગ્રુપ મીટીંગમાં દોર ચાલી રહ્યો છે. તે પૈકી સમસ્ત મોંઢ વણિક જ્ઞાતિની ગ્રુપ મીટીંગ યોજાઇ હતી. જેમાં સમસ્ત મોઢ વણિક આમંત્રીત સભ્ય પરિવારે ઉત્સાહભેર જોડાઇને મહતમ ધનરાશી અર્પી ને ગ્રુપ મીટીંગ સફળ બનાવી હતી.

ગોંડલ-વિરપુર રોડ ઉપર ચોરડી ગામે વી.વાય.ઓ. દ્વારા અંદાજે ૫૦૦ કરોડના ખર્ચે અતિ આધુનિક ઉચ્ચ ટેકનોલોજીના માઘ્યમથી બાળકોમાં સુસંસ્કારનું સિંચન થાય, કૃષ્ણ સંસ્કૃતિના દર્શન અને ભકિત-ભાવ તરફ વળે તે માટે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય આ આર્શીવચનથી સમગ્ર વિશ્ર્વમાં વૈષ્ણવો માટે અદભુત એવા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નામનું એક નવું તીર્થ  સૌરાષ્ટ્ર વાસીઓને ભેટ સ્વ‚પે મળવા જઇ રહ્યું છે. મોઢ વણીક જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના તમામ આગેવાનો તન,મન, ધન થી સેવા કાર્યમાં જોડાશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રથમ ચરણમાં વ્રજરાજકુમાર મહોદય આગમનને પ્રાંગણમાં સર્વે જ્ઞાતિબંધુએ પુષ્પવસ્ટી કરી વધાવ્યું હતું. કે.એસ.ડબલ્યુ ઓડીટોરીયમ ઉપપ્રમુખ અરવિંદભાઇ શાહ સર્વેને શબ્દ પુષ્પ વડે આવકાર્યો હતા ત્યારબાદ વ્રજરાજ મહોદયના વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કે.એસ.ડબલ્યુ વલ્લભ પાઠશાળાના ઉપપ્રમુખ રમેશભાઇ જીવાણી પરીવાર, ભુપતભાઇ જીવાણી, અરવિંદભાઇ શાહ, મનસુખભાઇ પટેલ, ધીરુભાઇ મુછાળા, કીરીટભાઇ પટેલ, મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, રાજુભાઇ દોશી, રસીકભાઇ મહેતા, મધુબેન મારવાડી, પંકજભાઇ રાઠોડ, હેમલભાઇ મોદી, ડી.વી. મહેતા, કિરણભાઇ કોઠારી, સુનીલભાઇ મહેતા, નિરજનભાઇ મહેતા, સુલોચનાબેન જીવાણી સહીતના સભ્યો જોડાયા હતા.

વ્રજરાજકુમારજીએ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ના ભવ્ય અને અદભુત દિધદ્રષ્ટિ સાથેની ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવીને તેના ચિતાર રજુકરતા જણાવ્યું હતું કૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં ભગવાન કૃષ્ણ નાથજી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર રોબોટીક શો થશે. આ ઉ૫રાંત ગોવર્ધનલીલા રાઇડ હશે જેમાં કૃષ્ણ ભગવાન આખો પર્વત ઉચકશે. નાગદમન રાઇડ, કૃષ્ણલીલા રાઇડ, ચક્ર શંખ મોરપીછ રાઇડ બનશે તેમજ બાંસુરીનું રોલરકોસ્ટર બનાવવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાઇડના માઘ્યમથી કૃષ્ણ ફીલીંગ આવે એવો પ્રયાસ હાથ ધરવામાં આવશે. મીની વ્રજ બનશે. જેમાં ટ્રેનમાં બેસીને તમને વ્રજ જોવા મળશે. આ સ્થળે પુષ્ટિમાર્ગની સાથ સ્વ‚પ હવેલી એક જ જગ્યાએ હોય એવો આ પહેલા પ્રસંગ બનશે. આ ઉપરાંત ગુરુકુળ પાઠશાળા અતિથિભુવન બનશે. ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળ્યા બાદ દરેક દાતાઓને વ્રજરાજકુમારજી મહોદયે ઉપરણા ઓઢાડીને આર્શીવાદ સાથે દરેક દાતાઓની અનુમોદના કરી હતી.

કાર્યક્રમના તૃતીય ચરણમાં જગદીશભાઇ કોટડીયા એતથા દિકરાનું ઘર ઢોલરાના સ્થાપક મુકેશભાઇ દોશીએ પ્રસંગોચીત ઉદબોધન કરી આ અભીયાનમાં જોડાઇને વધુ ધર્મલાભ લેવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વિશ્ર્વમાં મીકી માઉસનું વર્લ્ડ બની શકે છે તો શ્રીકૃષ્ણનું સંસ્કાર વર્લ્ડ કેમ ન બની શકે ? જાણે અજાણે નાના બાળકો વિદેશી સંસ્કૃતિમાં ઉછરી રહ્યા છે. ત્યારે ટેકનોલોજીના માઘ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને શ્રીકૃષ્ણ-સંસ્કૃતિ તરફ તેઓ પાછા વળે એ માટે વૈષ્ણવ સમાજાા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ બીડું ઝડપ્યું છે.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન દિકરાનું ઘર ઢોલરાના સ્થાપક મુકેશભાઇ દોશીએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ના વલ્લભ પાઠશાળાના ઉપપ્રમુખ રમેશભાઇ જીવાણી તથા કે.એસ.ડબલ્યુ. ઓડીટોરીયમ ઉપપ્રમુખ અરવિંદભાઇ શાહ, સહીત મોઢ વણિક જ્ઞાતિના કે.એસ.ડબલ્યુ કોર કમીટી મેમ્બર મુકેશભાઇ દોશી, કીરીટભાઇ પટેલ, કિરનભાઇ છાપીયા, પ્રનંદભાઇ કલ્યાણી અશ્ર્વિનભાઇ પટેલ અને શ્રેયાંશભાઇ મહેતાએ વી.વાય.ઓ. તરફથી દરેક વૈષ્ણવોને આપી હતી. પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.