Abtak Media Google News

ચેમ્બર કો.ઓપ. ડાયરેકટર તરીકે વિનુભાઇ ગઢીયા અને અશોકભાઇ ટીલવાની વરણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવનિયુકત પ્રમુખ વી.પી. વૈષ્ણવની અઘ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક આજે યોજાઇ હતી. જેમાં અનેક અગત્યના નિર્ણયો જેવા કે કો-ઓ. ડિરેકટરની વરણી, બંધારણમાં સુધારા પગારમાં વધારો જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. વેપારીઓના હિત માટે સરકારમાં કંઇ રીતે રજુઆત કરી શકાય તે અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જો કે કોઇ અગમ્ય કારણોસર વિવિધ પેટા કમીટીઓમાં સભ્યોની નિમણુંક થઇ શકી ન હતી.

વેપારીઓના પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ માટે ચેમ્બર તૈયાર: વી.પી.વૈષ્ણવ

Vlcsnap 2019 01 30 12H49M02S182

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે કારોબારી બેઠક વિશે વિગતો આપતા જણાવ્યું કે તેમના અઘ્યક્ષતા નીચેની પ્રથમ કારોબારી ખુબ જ સારા વાતાવરણમાં યોજાઇ. કારોબારીનો મુખ્ય મુદ્દો ચેમ્બર ઓફ  કોમર્સની નવી બિલ્ડીંગ માટેની વાત છે. તે અંગે ચર્ચા થઇ. અને ગુજરાત સરકાર પાસે જે જગ્યાની માંગણી કરાઇ છે તે માટેનો ત્વરીત નિવારણ આવે તેવા પ્રયાસો કરાશે. વધુમાં અગાઉ પણ વેપારીના પ્રશ્નોનાં ત્વરીત જવાબ મળે તે માટે ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રચના કરાઇ હતી. જેને ફરી જીવંત કરવામાં આવશે. આવનાર સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ પ્રશ્નો નિવારણ સૌને સાથે રાખી કરવામાં આવશે. ખાસ કરીને તેવોની ર૫ વાયબ્રન્ટ પેનલ ચુંટણી તો બંધારણ પ્રમાણે બે કો. ઓપ્ટ ડાયરેકટરની જગ્યા હતી. તો વિનુભાઇ ગઢીયા (ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ) અને અશોકભાઇ ટીલવાની વરણી કરવામાં આવી છે. ઉપરાંત આવનારા દિવસોમાં સમગ્ર ટીમ સાથે મળી કામ કરશે. વધુમાં બંધારણમાં સુધારા અંગેની માંગણી ઘણાની લોકોની હતી. તો સુધારાને ઘ્યાનમા આવી નવી બંધારણ સમીતીની પણ રચના કરવામાં આવશે. જે અંગેનો પાવર કારોબારી સભ્યોને ઓફીસ પેરોડે આપેલ છે. તેમ જણાવીને વૈષ્ણવે ઉમેર્યુ હતું કે વેપાર ઉઘોગને અન્યાય ન થાય તેવા બંધારણીય સુધારા કરવામાં આવશે. વિશેષ સર્ટીફીકેટ ઓરીજનલ ઓનલાઇનની જે વાત કરાઇ હતી તેની જવાબદારી પાર્થભાઇ ગણાત્રાને અપાઇ છે. સૌથી સારી વાત કે આગામી કારોબારીમાં સબ કમીટીની રચના કરવામાં આવશે. પુરી જહેમતથી મઘ્યસત્ર ચુંટણી માં કાર્યકરવા બદલ પગારમાં ઇનસર્ટીવ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.