વડીલોમાંથી પ્રેરણા લઈ આળસ ખંખેરી મતદાન કરો: ડો.વિક્રાંત પાંડે

ડૉ.વિક્રાંત પાંડે
ડૉ.વિક્રાંત પાંડે

મતદાતા જાગૃતિ અભિયાન અન્વયે વરિષ્ઠ નાગરિકો સો યોજાયેલો “કોફી વી કલેકટર કાર્યક્રમ

ઉપલેટાના  ૧૨૬ વર્ષના વયોવૃધ્ધ મતદાતા આજીમૉં સહિત ૧૦૦ી વધુ વડીલોની પ્રેરક ઉપસ્થિત

રાજકોટ જિલ્લા કલેકટર તા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં મતદાતા જાગૃતિ અભિયાન અન્વયે રાજકોટના વરિષ્ઠ નાગરિકો સો “કોફી વી કલેકટર કાર્યક્રમ યોજાયો હતો.

યુનિવર્સિટી રોડ પરની સંકલ્પ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેકટર ડો. પાંડેએ ઉત્સાહપ્રેરક વાતાવરણમાં જણાવ્યું હતું કે, રાજકોટના વડીલો મતદાન પ્રત્યે આટલા બધા ઉત્સાહિત હોય ત્યારે યુવાનોએ તેમના વડીલોમાંી પ્રેરણા મેળવીને અચૂક મતદાન કરવું જોઇએ. અમદાવાદ અને સુરત પછી રાજયભરમાં ત્રીજા નંબરના સૌી વધુ મતદારો ધરાવતા રાજકોટ જિલ્લામાં ૨૦ લાખી વધુ મતદારો છે, જેમના માટે ૨૧૫૮ બુ મતદાન માટે તૈયાર કરાયા છે.

છેલ્લા છ માસમાં ૧૮ વર્ષી ઉપરના ૭ હજારી વધુ મતદારોનો મતદારયાદીમાં સમાવેશ કરાયો છે, જે તમામ મતદાતાઓને નવમી ડીસેમ્બર પહેલાં મતદાતા ઓળખપત્રનું વિતરણ કરી દેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ૯૦ ી વધુ વર્ષની ઉંમરના ૪૭૦૦ મતદાતાઓ છે, એમ પણ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું, અને ૧૨૬ વર્ષની વયના ઉપલેટાના મતદાતા આજીમાને મતદાન પ્રત્યેના ઉત્સાહ બદલ અભિનંદન પાઠવ્યા હતા, અને યુવાનોને આજીમામાંી પ્રેરણા લેવા સૂચન કર્યું હતું. કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, એ.એસ.ડી. અભિયાન હેઠળ એબ્સન્ટ (ગેરહાજર), શીફટ (અન્ય જગ્યાએ સયી યેલા) અને ડે (અવસાન પામેલા) મતદાતાઓની અલગ યાદી તૈયાર કરી દરેક રાજકીય પક્ષ અને દરેક પ્રીસાઇડીંગ ઓફીસરને આપી દેવાઇ છે, જેનાી બોગસ મતદાનની ટકાવારી શૂન્યવત ઇ શકશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સંકલ્પ રેસ્ટોરન્ટ, રેડ એફ.એમ. અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આ સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકોટ શહેર તા જિલ્લાના ૧૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્તિ રહયા હતા. ઉપલેટાના ૧૨૬ વર્ષની ઉંમરના મતદાતા આજીમા ચંદ્રાવડિયાના હસ્તે કાર્યક્રમનો દિપપ્રાગટયી શુભારંભ યો હતો. કલેકટર “કોફી વી કલેકટર કાર્યક્રમ તા ઉપસ્તિ અન્ય અધિકારીઓએ ઉપસ્તિ તમામ વડીલોને વ્યક્તિગત રીતે વંદન કરી પુષ્પગુચ્છ એનાયત કર્યા હતા. મતદાન અંગે વડીલ નાગરિકોને મૂંઝવતા પ્રશ્નો વિષે કલેકટરએ પ્રશ્નોત્તરીના માધ્યમ મારફતે ઉપયોગી માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં “સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસ ટી.સી.ર્તીાણી, ચૂંટણી અધિકારી મીતેશ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ.આર.સગારકા, જિલ્લા રોજગાર અધિકારી ચેતનાબેન મારડિયા, કેળવણી નિરીક્ષક ઇલાબા ઝાલા, રેડ એફ.એમના કર્મચારીઓ, વગેરે ઉપસ્તિ રહયા હતા.

Loading...