દેશભરમાં ગમે ત્યાં મતદાન કરી શકાશે

62

દેશભરમાં આધારકાર્ડ અને મતદારકાર્ડને લીંક કરવાની ઘણા સમયથી વાત ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે ચુંટણીપંચને કાયદાકિય સત્તા આપી આધાર અને મતદાર કાર્ડને જોડવાની મંજુરી અને સતા આપી દીધી હોવાનું સામે આવ્યું છે જેથી હવે બોગસ અને ડુપ્લીકેટ એન્ટ્રીઝ જે આધારકાર્ડમાં જોવા મળતી હતી તે હવે નહીં થાય અને સાથો સાથ જે માઈગ્રેડ થયેલા ભારતીય નાગરિકો છે તે પણ આધાર સાથે તેમના ચુંટણીકાર્ડને લીંક કરાવી દેશના કોઈપણ સ્થળેથી મતદાન કરી શકશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ માઈગ્રેટેડ મતદારો માટેની ચર્ચા અંગેના જે કાયદા મંત્રાલય દ્વારા નિર્ણયો લેવાયા છે તેને હાલ કેબિનેટ સમક્ષ મંજુરી માટે મુકવામાં આવ્યા છે. હાલના તબકકે માઈગ્રેટેડ મતદારો મતદાનથી વંચિત રહેતા હતા પરંતુ આ સમસ્યા હવે ભુતકાળ બની જશે.

કાયદા મંત્રાલયે આ મુદ્દે મંગળવાર ખાતે યોજાયેલી બેઠકમાં ચુંટણીપંચને તાકિદ કરી કાયદાકિય સતા આપી હતી અને ચુંટણીની પ્રક્રિયામાં ફેરબદલ કરવાનું પણ જણાવ્યું હતું. કાયદા મંત્રાલયના સચિવ સાથે ચુંટણીપંચના હોદેદારો ઉપસ્થિત રહી મીટીંગ પણ યોજી હતી અને વહેલાસર આ તમામ કામગીરીને આખરીઓપ આપવા માટે પણ જણાવ્યું હતું. કાયદા સચિવ નારાયણ રાજુએ જણાવ્યું છે કે, તેમના દ્વારા ૪૦ પ્રકારના ચુંટણીલક્ષી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ઈલેકશન કમિશન સમક્ષ પણ આ મુદાઓને ધ્યાને રાખવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં આધારકાર્ડ સાથે ચુંટણીકાર્ડને જોડવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને કેબિનેટમાં મંજુરી અર્થે મોકલાયો છે. ચુંટણીપંચના જણાવ્યા અનુસાર આધાર અને ચુંટણીકાર્ડ મર્જ થતાની સાથે જ માઈગ્રેટેડ વોટરો તેમનો કિંમતી મત આપી શકશે. દેશના કોઈપણ ખુણેથી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આધાર સાથે ચુંટણીકાર્ડ લીંક થતા તેમની આઈડેન્ટી પણ ચકાસવામાં આવશે. આધારકાર્ડમાં ઘણી ખરી વિસંગતતાઓ જોવા મળે છે અને એ પણ વાત સામે આવે છે કે ઘણી ખરી ડુપ્લીકેટ એન્ટ્રી પણ થતી હોવાથી જે વિશ્ર્વસનીયતા કેળવવી જોઈએ તે કેળવવી શકાતી ન હતી. ઈલેકશન કમિશન દ્વારા ૨૦૧૫માં આધાર અને વોટરકાર્ડને લીંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૩૨ કરોડ આધાર નંબરોને એકઠા કરી તેને લીંક કરવાની કામગીરીમાં હાથ લેવાયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે આ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું.

Loading...