Abtak Media Google News

રાજુલા તાલુકાની  ભેરાઈ પે સેન્ટર શાળામાં મતદાર સાક્ષરતા કાર્યક્રમ યોજાયો.  જેના ઉપક્રમે શાળામાં બનાવવામાં આવેલા મતદાર સાક્ષરતા ક્લબના નોડેલ ઓફિસર જીજ્ઞેશભાઈ ઘોરી અને બી. એલ.ઓ. ઘનશ્યામભાઈ કચીયા,  અશ્વિનભાઈ દવે તેમજ દિનેશભાઈ દોશી દ્વારા ગ્રામજનોને શાળાનાં શિક્ષકો દ્વારા ચૂંટણી કાર્ડ લક્ષી પ્રયાસોની માહીતી આપવામાં આવી. સાથે સાથે ક્લબના બાળ મેમ્બર્સ દ્રારા ચુંટણી કાર્ડનું સ્વલિખીત બેનર બનાવી ચુંટણી કાર્ડના હેતુ અને જરૂરીયાતની સુંદર રજૂઆત કરવામાં આવી. શાળાનાં શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ચોગઠાબાજીની રમત દ્વારા ચૂંટણી કાર્ડ આધારિત પ્રશ્નોતરી કરવામાં આવી. ગુંચવતા પ્રશ્નોના ઘનશ્યામભાઈ દ્વારા ગ્રામજનોને સચોટ ઉત્તર આપવામાં આવ્યા હતા. રમત સાથે ચૂંટણી લક્ષી જરૂરી માહીતી પુરી પાડવામાં આવી હતી. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયામાં ફરજીયાત મતદાન કરે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં થયેલી ચર્ચા વધારેને વધારે લોકો સુધી પહોંચાડવા બાળ મેમ્બર્સ કટિબદ્ધ બન્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને જહેમત શાળાનાં શિક્ષકશ્રી કચીયા ઘનશ્યામભાઈ દ્વારા ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.