Abtak Media Google News

હાલ ટેલીકોમ માર્કેટમાં સસ્તા ડેટા પ્લાન અને વોઈસ કોલિંગ વચ્ચે જંગ ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ એરટેલ અને આઈડિયાએ પોતાના ગ્રાહકો માટે સસ્તા પ્લાનની ઘોષણા કરી હતી.ત્યાર બાદ એરટેલ અને વોડાફોને મોબાઈલ નિર્માતા કંપનીઓ સાથે મળીને સસ્તા ૪G સ્માર્ટફોન લોન્ચ કર્યો. હવે વોડાફોને વઘુ એક પ્લાન પોતાના યુઝર્સ માટે લોન્ચ કર્યો છે. કંપની તરફથી નવો પ્લાન ૧૮૧ અને ૧૯૫ રૂપિયામાં ઉપલબ્ધ છે.

વોડાફોનના આ પ્લાનમાં અનલીમીટેડ ડેટા મળશે. હાલ આ પ્લાનમાં મળતા ડેટા 4G નહિ પરંતુ 2G હશે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા પણ કંપની આપી રહી છે. આ પ્લાન ૨૮ દિવસ સુધી વેલીડ રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.