Abtak Media Google News

વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ સોમવારે ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા 38 ભારતીય મજૂરોના અવશેષોને લઇને ભારત પરત ફર્યા. તેમનું સ્પેશિયલ પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું. આ પહેલા ઇરાકમાં સિંહે પોતે શબપેટીઓને પ્લેનમાં મૂકવામાં મદદ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું, ‘કેટલીક જવાબદારીઓનો બોજ ઘણો મોટો હોય છે.’ ઉલ્લેખનીય છે કે વી.કે. સિંહ રવિવારે સ્પેશિયલ વિમાન દ્વારા મોસુલ ગયા હતા. વી.કે. સિંહે જણાવ્યું હતું, “અવશેષો સોંપવા માટે ઇરાકની સરકારનો આભાર માનું છું. 38 લોકોના અવશેષો અમને મળી ચૂક્યા છે, જ્યારે 39મા શબનું ડીએનએ મેચ કરવાનું હજુ બાકી છે. એવું લાગે છે કે તેમાંથી મોટાભાગના લોકો આઇએસઆઇએસ આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા છે.”

શબપેટીઓને વિમાનમાં ચડાવતી વખતે ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે તેમને સલામી આપી. આ દરમિયાન સિંહે આતંકવાદીઓની ટીકા કરી અને આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારત સરકારનું વલણ જાહેર કર્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.