વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રામમંદિર નિર્માણમાં શુકનરૂપે ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ

જાસપુર મંદિર ખાતે સાંજે મહાઆરતી

ભારતના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિકસમા અયોઘ્યામાં બનનાર રામજન્મભૂમિ મંદિરના ભૂમિપુજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે જગત જનની મા ઉમિયાના આશીર્વાદ સહ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરના નિર્માણ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શુકન રૂપે ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ કરવામાં આવી છે.

આ સાથે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપુજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્ર્વ ઉમિયાધામ મંદિર ખાતે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.

Loading...