Abtak Media Google News

રાજસ્થાન રોયલ્સે ૭ વિકેટે બેંગ્લોરને હરાવી ટુર્નામેન્ટની પ્રથમ જીત મેળવી

શ્રેયસ ગોપાલની ૩ વિકેટ સાથે જોશ બટલરના ૫૯ રન

ક્રિકેટના હિરો તરીકે પ્રસિદ્ધિ મેળવી ચુકેલા વિરાટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલમાં સતત ચોથી હારનો સામનો કરી રહી છે. બેંગ્લોરે પહેલા રમતા જ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા તો રાજસ્થાન રોયલ્સે પોતાના ઘરઆંગણે રમાયેલી આઈપીએલ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક બોલ બાકી રાખી સાત વિકેટે પરાજય આપતા વિરાટને નસીબ યારી ન આપી રહ્યા જેવો ઘાટ સર્જાયો છે. બેંગ્લોરનો ચાર વિકેટે ૧૫૮ રનના જવાબમાં રાજસ્થાને ત્રણ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. રાજસ્થાનની ઈનિંગ્સમાં જેશ બટલરે ૫૯, સ્ટિવ સ્મિથે ૩૮ અને ત્રિપાઠીએ ૩૪ રન બનાવ્યા તો ચહલે ૧૭ રનમાં બે વિકેટ ખેરવી હતી અને રાજસ્થાને આ સિઝનમાં પ્રથમ જીત હાંસીલ કરી હતી. તો બીજી તરફ બેંગ્લોર સતત ચોથી મેચમાં વિજય મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. બેટીંગ માટે સરળ ગણાતી પીચ પર પાર્થિવ તથા કોહલીએ સકારાત્મક શ‚આત કરીને પ્રથમ વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

પરંતુ કોહલી ૨૩ રન બનાવીને જ ગોપાલનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ડિ વિલિયર્સ પણ ૧૩ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. રાજસ્થાન રોયલના બટલરના ૫૯ રન અને સ્મિતની ૩૮ રનની ઈનીંગે રાજસ્થાનને જીત સુધી પહોંચાડી. પાર્થિવે દબાણમાં આવ્યા વિના ઈનિંગ્સને આગળ વધારી હતી અને તેણે ૪૧ બોલમાં નવ બાઉન્ડ્રી તથા એક સિકસર વડે ૬૭ રનનું યોગદાન આપ્યું હતું. બેંગ્લોર તરફથી તે વર્તમાન સિઝનમાં હાઈએસ્ટ સ્કોર રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ૧૩૮ રન બનાવ્યા હતા. ડીવિલિયર્સ ૯૩ તથા કોહલી ૭૮ રન બનાવી શકયા છે. રસપ્રદ બાબત એ છે કે આઈપીએલ ૨૦૧૯માં દરેક ટીમના વિકેટકીપરે ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી છે.

આજે ચેન્નઈ સામે મુંબઈ ટકરાશે

આઈપીએલમાં આજની ચેન્નઈ સામે મુંબઈની મેચમાં આમ તો ચેન્નઈનું પલડુ ભારી હોવાનું માનવામાં આવે છે પરંતુ વધુ રેકોર્ડો મુંબઈના પક્ષમાં છે ત્યારે આજની મેચ ખુબ જ રસાકસીની થાય તેવો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમની વચ્ચે રમાયેલી ગત પાંચ મેચમાંથી ૪ મેચમાં મુંબઈ જીતી છે. ઓવરઓલ રેકોર્ડમાં મુંબઈની ટીમ ૧૪-૧૨થી આગળ છે.

છેલ્લી મેચમાં ચેન્નાઈ તરફથી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સારી ઈનિંગ્સ રમી હતી. બ્રાવોએ છેલ્લી ઓવરમાં સારી બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ઈમરાન તાહિર, જાડેજા અને હરભજન પર આધાર રહેશે, જયારે મુંબઈ બોલરો હાલ સુધીમાં સારું પ્રદર્શન કરી શકયા નથી. હાલ સુધી રમાયેલી ત્રણ મેચમાં વિરોધી ટીમોએ મુંબઈની સામે ૧૭૭ અથવા તેનાથી વધારે રન બનાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.