Abtak Media Google News

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો ફિટનેસ ટેસ્ટ ૧૫ જૂને થવાનો છે, જે માટે તે પત્ની અનુષ્કા સાથે બેંગલુરૂ માટે રવાના થઈ ગયો છે. વિરાટ અને અનુષ્કાની જોડી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ડોકમાં ઈજાને કારણે તેની ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારીને ઝટકો લાગ્યો છે અને તે ઈંગ્લિશ કાઉન્ટી સર્કિટમાં રમી શકશે નહીં. કોહલીના આ ફિટનેસ ટેસ્ટ બાદ બ્રિટનના પ્રવાસમાં સીમિત ઓવરોના શરૂઆતી ચરણમાં તેની ઉપલબ્ધતાની પુષ્ટિ થઈ જશે. આ પ્રવાસની શરૂઆત જૂનના અંતિમ સપ્તાહમાં આયર્લેન્ડ વિરુદ્ધ બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની સાથે થશે. આ ફિટનેસ ટેસ્ટ કોહલી માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે. મહત્વનું છે કે કોહલી આ ટેસ્ટ માટે તૈયાર થવા માટે ખૂબ મહેનત કરી રહ્યો હતો. ૨૦૧૪માં વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડ પ્રવાસ ખરાબ રહ્યો હતો, પરંતુ આ વખતે તે રેકોર્ડ સુધારવા માટે ઉત્સુક છે.

૧ ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા આયર્લેન્ડની સાથે બે ટી-૨૦, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૩ વનડે અને ૩ ટી-૨૦ મેચ રમવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.