Abtak Media Google News

યુથ કોંગ્રેસ પ્રમુખે તેમના જ પક્ષનાં ધારાસભ્યની પોસ્ટ વાયરલ કરી: મત વિસ્તારની મુલાકાત ન લેતા હોવાથી આ પગલુ ભર્યું હોવાનું નિવેદન

ધ્રાંગધ્રા વિધાનસભાને છેલ્લા બે દાયકાથી ગ્રહણ લાગી ગયું હોય તેવું જણાઈ આવે છે. કારણકે અહીં ચુંટણી સમયે ધારાસભ્ય બનવા માટે આયાતી ઉમેદવારો ખોટા અને લોકોની વચ્ચે રહેવાના વચનો તો આપે છે પરંતુ બાદમાં ધારાસભ્ય બન્યા પછી તેઓને મત આપી ધારાસભ્ય બનાવનાર મતદાતાઓને ભુલી જાય છે એટલું જ નહી પરંતુ હાલમાં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પોતે પોતાના જ કાર્યકર્તાઓને ભુલી ગયા હોવાની વાત સામે આવી છે.

જેમાં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી જીતી ગયા બાદ ધ્રાંગધ્રામાં ફરકયા જ ન હોય જેથી પોતાના કોંગ્રેસી કાર્યકર્તાઓના રોષનો ભોગ આ ધારાસભ્યને બનવું પડયું છે. જયારે આ બાબતની વિગતવાર વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે અચાનક ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા ગુમ થયા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મેસેજમાં ધારાસભ્ય મતદાતાઓને ખોટા વચનો આપીને બાદમાં દેખાયા નથી તેવો ઉલ્લેખ કરાયો હતો.

જયારે આ મેસેજ કોઈ સામાન્ય મતદાતાઓ ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જ વાયરલ કરાયો હોવાની વિગત મળી હતી. જેમાં ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દવારા અગાઉ પણ ધારાસભ્યની નીતિઓને લઈને રોષ જોવા મળતો હતો ત્યારે હવે તો યુથ કોંગ્રેસના પ્રમુખ પોતે આ મેસેજ વાયરલ કરી ધારાસભ્યની કાર્યકર્તાઓ પ્રત્યેની ભાવના છતી થઈ હતી. ત્યારે આ બાબતે ધ્રાંગધ્રા યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, આ મેસેજ પોતે જ વાયરલ કરેલ છે અને જે ધારાસભ્ય પોતાના જ કાર્યકર્તાને અળગા રાખતા હોય તો પછી તે કાર્યકર્તાઓને ધારાસભ્યની કોઈ જ જરૂર નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પરસોતમ સાબરીયા જયારે વિધાનસભા સીટની ટીકીટ લઈને આવ્યા ત્યારે તેઓએ સંગઠનનું માળખુ પોતાના માથા પર રાખશે તથા ધારાસભ્ય બન્યા બાદ તેઓ ધ્રાંગધ્રા શહેરને પોતાના ખર્ચે કોંગ્રેસ કાર્યાલય આપશે તેવું જણાવ્યું હતું જે વચનો પુરા નહીં કરતા હવે યુથ કોંગ્રેસના પ્રમુખે જ પોતાના ધારાસભ્ય સામે મોરચો માંડયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.