Abtak Media Google News

કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે મહાકાલ મંદિરમાં દર્શન માટે ગયો હતો. ઉતર પ્રદેશ પોલીસની ટીમ તેને છેલ્લા છ દિવસથી શોધી રહી હતી.

એમ કહેવાઈ રહ્યું છે કે મહાકાલ મંદિરની સિક્યુરિટી ટીમે તેને શંકાસ્પદ જાણીને પકડી લીધો હતો. પછી આ અંગે મહાકાલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વિકાસ મહાકાલ મંદિર પરિસરમાં પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો કે હું વિકાસ દુબે છું, પછીથી સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પોલીસને માહિતી આપી. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. તેના વિશે કઈ પણ કહેવું યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.