Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું સફળ અને પરિણામલક્ષી પ્રથમ વર્ષ પૂર્ણ થવા બદલ ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપા માટે વોટ બેંકનું રાજકારણ નહીં પરંતુ દેશની એકતા, અખંડિતતા તેમજ સર્વભૌમત્વનું રક્ષણ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે દેશના યુવા, મહિલા, ખેડુત, ગરીબ સહિત જનસામાન્યનું કલ્યાણ એજ લક્ષ્ય છે. કલમ ૩૭૦/૩૫એનું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, ત્રિપલ તલાક નાબુદી, અર્થવ્યવસ્થા વેગવંતી બનાવવા માટે રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ, કિસાન સન્માન નિધિ, સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનું નિર્માણ તેના ઉદાહરણ છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે સમગ્ર દેશ મકકમતાપૂર્વક લડયો છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમયસર લેવામાં આવેલા અસરકારક પગલાના પરીણામ સ્વરૂપ આપણે કોરોના સંક્રમણને મર્યાદિત રાખવામાં સફળ થયા છીએ. આપણે સૌ કોરોનાને નાથવા માસ્ક તેમજ સેનીટાઈઝરનો ઉપયોગ કરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, તમામ નિયમોનું પાલન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.