Abtak Media Google News

ફેસબુકમાં વિજયભાઈ રૂપાણી ત્રીજા નંબરના સૌથી લોકપ્રીય મુખ્યમંત્રી

૧ વર્ષમાં મુખ્યમંત્રી રૂપાણીની લોકચાહનામાં ઉત્તરોત્તર વધારો પ્રથમ ક્રમે યોગી અને દ્વિતીય ક્રમે વસુંધરા રાજે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લોકચાહના દિનબદિન વધતી જાય છે. વિજયભાઈ રૂપાણી ફેસબુકમાં ૩જા નંબરના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ચૂકયા છે. મુખ્યમંત્રી રૂપાણીનું ફેસબૂક પેઈઝ લોકોને ખૂબજ પસંદ પડી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના અને રાજસનના મુખ્યમંત્રી વસુંધરા રાજે છે. ૫૪ લાખ ફોલોઅર્સ સાથે યોગી આદિત્યના ફેસબૂકમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. ત્યારબાદ વસુંધરા રાજેનો ક્રમ આવે છે. છેલ્લા એક વર્ષથી ઉત્તરપ્રદેશ સરકાર પર વિરોધ પક્ષો તમામ જોર લગાવી આક્ષેપો કરી રહ્યાં છે. ત્યારે યોગીની લોકપ્રિયતામાં યેલો વધારો ખરેખર આશ્ર્ચર્યજનક છે.

તા.૧ જાન્યુઆરી ૨૦૧૭ી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન ત્રણેય મુખ્યમંત્રીઓના ફોલોઅર્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ફેસબૂકે આંકડા જાહેર કર્યા છે. રાજયસભામાં સાંસદ તરીકે હજુ પણ સચિન તેંડુલકર ફેસબૂકમાં અવ્વલ સન ધરાવે છે. ત્યારબાદ આર.કે.સિન્હા અને અમિત શાહનો નંબર આવે છે. લોકસભાના સાંસદ તરીકે નરેન્દ્રભાઈ મોદી પ્રઠમ ક્રમે છે. ત્યારબાદ અસદુદ્દીન ઓવેશી અને ભગવંત માનનો નંબર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.