Abtak Media Google News

પૂજન-અર્ચન, મહાઆરતીમાં ભાવિકજનો ઉમટી પડયા

સકિર્તન મંદિરનાં અખંડ હરિરામ સકિર્તનનાં ૧૩,૦૦૦ દિવસનાં વિજયમંત્ર વિજયોત્સવ સમાપન પ્રસંગે વિશેષ પૂજન-આરતી અને ૧૩ કુંડી મહાવિષ્ણુયાગ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રામ જય રામ જય જય રામનાં વિજય મંત્રને અખંડ સંકિર્તન તરીકેની પ્રવૃતિને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવનાર નામ નિષ્ટ સંત સકિર્તન સમ્રાટ સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની અવિરત પ્રેરણા અને શ્રી રામનાથ મહારાજની કૃપાથી આજે ભારતભરમાં સેંકડો જગ્યાએ વિજય મંત્રનું નામ સકિર્તન ચાલી રહ્યું છે જેમાં રાજકોટ સહિત ૭ સેન્ટરોમાં ૨૪ કલાક અખંડ સકિર્તન ચાલે છે. રાજકોટમાં સકિર્તનનાં ૧૩,૦૦૦ દિવસનો વિજયમંત્ર વિજયોત્સવ ભવ્યાતિથી આનંદ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો.

સકિર્તન મંદિરનાં નિલેશભાઈ જોબનપુત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૭:૪૫ વાગ્યાથી મહાવિષ્ણુયાગમાં ભગવતકૃપા પાત્ર ૧૩ યુગલો યજમાન તરીકે લાભ લીધો હતો. આ ઉપરાંત પૂજન-આરતી અને મહાઆરતી સહિત મહાપ્રસાદ લેવામાં પણ ૩૦૦૦થી વધુ ભાવિકજનો ઉમટી પડયા હતા.  આ યજ્ઞને સફળ બનાવવા ગોવિંદભાઈ ભાતેલીયા, હરુભાઈ નથવાણી, હસુભાઈ ભગદેવ, રાજુભાઈ દાવડા, હર્ષભાઈ ગોહિલ, દિનેશભાઈ રાયચુરા, અનિલભાઈ ભાયાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.