Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ “આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, આગેવાનઓ, ડીબેટ ટીમના સભ્યઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ,વિવિધ વેપારી અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુ ઉધોગ-એમએસએમઇ સાથે જોડાયેલ બુદ્ધિજીવિઓ સાથે સંવાદ કર્યો હતો.

કેન્દ્રની ભાજપા સરકારના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલજીએ જણાવ્યું હતું કે ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે દેશની સામે સંકટ આવ્યું છે ત્યારે ગુજરાતે સંકટની પરિસ્થિતિમાં દેશને દિશા આપી છે.આજે દેશમાં કોરોના મહામારી ને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ગુજરાતના બે પનોતા પુત્રો પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત સરકાર આત્મવિશ્વાસ સાથે દેશના તમામ વર્ગોના કલ્યાણ માટે સતત કાર્યશીલ છે.

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા  ભરત પંડયાએ જણાવ્યું હતું કે મહીસાગરનાં વિરપુર ની જન્મદિવસની દારુ સાથે ની પાર્ટીની ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે. આ અશોભનીય, નિંદનીય છે. લોકડાઉન હોય કે ન હોય કોઈપણ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય.

પ્રદેશ પ્રમુખ  જીતુભાઈ વાઘાણીએ જીલ્લા પ્રમુખ  જે પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી.અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાં-દેવાં નથી.  આમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રીય સભ્ય સુધ્ધાં નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.