મીડિયા જગતના અજાત શત્રુ અને ‘અબતક’ સાથે પારિવારિક સંબંધો ધરાવતા પીઢ પત્રકાર કાંતિભાઈ કતીરાનું દેહાવસાન

ખૂબ ટૂંકા સમયમાં ‘અબતક’ પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા, દરેક પ્રસંગોમાં ભાવભેર જોડાતા, કોઈ પણ વ્યક્તિને મદદ માટે હરહંમેશા તત્પર રહેતા કતીરા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણાદાયી રહ્યું

સૌરાષ્ટ્રનું અખબારીઆલમ જાણે  અનાથ બની ગયું હોય તેવા ઊંડા આઘાતનો અનુભવ કરી રહ્યું છે.કોઈપણ ચરમબંધી સામે જીવનમાં ક્યારેય નહીં ઝુકનાર,પોતાની ધારદાર કલમથી પાંચ દાયકાથી પણ વધુ સમય લોકોની સેવા કરનાર,પીડિતો અને સરકારી તંત્રથી પરેશાન વ્યક્તિનો અડધી રાતનો હોંકારો વરિષ્ઠ પત્રકાર શ્રી કાંતિભાઈ કતીરા કોરના સામેની જંગ હારી ગયા છે.ગઈકાલે રાત્રે તેઓએ ફાની દુનિયાને અલવિદા કહી હતી.આ સાથે એક  યુગનો અંત આવ્યો છે.’અબતક’ સાથે કાંતિભાઈ કતીરા પારિવારિક ઘરોબો ધરાવતા હતા. અને છેલ્લા કેટલાક વર્ષથી અબતક ને પોતાની સેવાનો પણ લાભ આપતા હતા.તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી લઈ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના કાર્યકમ માં રિપોર્ટિંગ તેઓ એ કર્યું હતું.

માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના અખબારી આલમમાં  કાંતિભાઈ કાંતિરાએ મુઠ્ઠી ઊંચુરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.મિડિયા જગતમાં તેઓનું નામ ખુબ જ આદરથી લેવામાં આવતું હતું.સદગુરુ રણછોડદાસબાપુના અનન્ય સેવક  કાંતિભાઈ કતીરાની ઉંમર ૯૦ વર્ષ ની હોવા છતાં તેઓની સ્ફુર્તિ મુછું ફૂટેલા યુવાનને પણ હંફાવે તેવી હતી શરીરની તંદુરસ્તી માટે તેવો હંમેશા ગુરુદેવ નો આભાર માનતા હતા.જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓની ધારદાર કલમે ક્યારેક કોઈ પણ ચરમબંધીને ગણકારી ન હતી. તેઓ કલમની તાકાતથી લોકોની સમસ્યા હલ કરો નહીં કે સરકાર,મની કે મસલ્સ પાવરની વાહ વાહી તેવું માનતા હતા. જીવનભર કોઈ પડકાર કે તાકાત સામે હાર ન માનનાર કાંતિભાઈ કતીરા કોરોના સામેનો  જંગ અંતે હારી ગયા.બુધવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.કાંતિભાઈ કતીરા હવે આપણી વચ્ચે રહ્યા નથી તે વાત માંનવા  કોઈ તૈયાર નથી.તાજેતરમાં ગત માર્ચ માસમાં  ’અબતક’પરિવાર સાથે તેઓ ઓસમ ડુંગરના  પારિવારિક પ્રવાસે આવ્યા હતાં. ડુંગરના  અતિ કઠિન પગથિયાં ચઢવામાં  જયારે યુવાનો હાંફી જતા હતા અને થોડી-થોડી વારે વિરામ લેતાં હતા. ત્યારે કાંતિભાઈ એકપણ વિરામ લીધાં વિના ઓસમ ડુંગર ચડી ગયા.લ હતા.

ઉપરાંત અબતક પરીવારના તમામ પ્રસંગોમાં તેઓ ભાવભેર જોડાતા હતા. છેલ્લે ગણેશ વિસર્જન વખતે તેઓ ભાવભેર જોડાયા હતા. જેમાં તેઓ ઉત્સાહભેર નાચ્યાં પણ હતા.વધુમાં તેઓ રણછોડદાસ બાપુના પરમ ભકત હોય આશ્રમ સાથે જોડાયેલા હતા. જ્યાંથી તેઓએ પ્રસાદીરૂપ કોરોના સામે રક્ષણ આપતા ટીપાં સમગ્ર અબતક પરિવાર માટે લાવી આપી આ ટીપાં સ્ટાફને લેવડાવ્યા હતા. તેઓએ ખૂબ ટૂંકા ગાળામાં અબતક સાથે ઘરોબો ધરાવ્યો હતો. અબતક પરિવારમાં તેઓએ પોતાનું વડીલ તરીકેનું એક આગવું સ્થાન બનાવ્યું હતું.

અખબારી આલમમાં પા પા પગલી કરતા આ ક્ષેત્રમાં રહી લોકોની સેવા કરવાનું સપનું નિહાળતા યુવાઓ માટે તેઓ પ્રેરણાસ્તોત હતા. તમામ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન તેઓનું મોટું જમા પાસું હતું.ગુસ્સો માણસનો સૌથી મોટો દુશ્મન છે તેવુ તે માનતા હતા. રાજ્યના સૌથી મોટી ઉંમરના પત્રકાર હોવાનું પણ તેઓ બહુમાન ધરાવતા હતા. ટૂંકમાં તેવો એક હાલતી ચાલતી લાઈબ્રેરી હતા.

Loading...