Abtak Media Google News

Table of Contents

પુલવામા હુમલાના શહીદોને પેન્ટીંગ દ્વારા શ્રધ્ધાંજલી આપતા આર્કિટેક્ટ કમલેશ પારેખ ‘માઁભારતીનું રૂદન’ કોણે કર્યો મારા વિર શપુત પર ઘા, મારા ચાલીસ સપૂતોને માર્યા, નહી છોડુ હૈ  અત્યાચારી, ત્રાસવાદી, મા ભારતી છે લાલઘુમ ત્રીવ્ર ક્રોધીત, આંખોમાં છે આંસુઓનો ભર્યો દરીયો,

જવાનોનો પ્રતિશોધ વીર કહે છે ન રહીશ હે મા, તારા અનેક જવાનો છે રક્ષા કાજે, ચાલીસની જગ્યાએ ચારસોને મારીશ,  જેને આંખ ભીજવી છે તારી, નોચી લઈશ આંખ એની, જેને કરી છે આંખ લાલ તારી, કરી નાખીશ એને રકત રંજીત, જેને કર્યો છે હુમલો પાછળથી, કરીશૂ હુમલો તેના ઘરમાં જઈને, હે ! મા આ વચન છે તારા વીર સપૂતનું, એ શુભ દિવસ આવ્યો ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯, પરોઢ પહેલા મીરાજે કર્યો બોમ્બ મારો, ને કર્યું બાલાકોટનું નામ શેષ.

બાલાકોટ એરસ્ટ્રાઈકને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૧ વર્ષ થયું ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામાં હુમલો થયો હતો જેમાં આપણા ઘણા બધા જવાનોએ શહીદી વ્હોરી લીધી હતી તેના વળતા જવાબ રૂપે ૨૬ ફેબુઆરી ૨૦૧૯ના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક થઈ જેને ગઈકાલે ૧ વર્ષ થયું શહીદ જવાનોની શ્રધ્ધાંજલી રૂપે આર્કિટેક કમલેશ પારેખે પેન્ટીંગ દ્વારા ખૂબજ ભાવત્મક શ્રધ્ધાંજલી આપી અને તે કૃતીનું રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગઈકાલે અનાવરણ કરાવ્યું.

કૃતીમાં અનેક સુક્ષ્મ તથા સૂચક ભાવોને દર્શાવવાનો પ્રયાસ કરેલ  છે. સર્જકે પોતે જ પેન્ટીંગ તથા કાવ્ય દ્વારા દર્શાવવા પ્રયત્ન કરેલ છે. કૃતીમાં ‘મા ભારતીનું રૂદન’ તથા ‘જવાનોનો પ્રતિશોધ’ કાવ્ય કમલેશ પારેખની સ્વયંકૃતી છે. આ પહેલા પણ કમલેશ પારેખે પેન્ટીંગનું એકસીબીઝન કરેલ અને તેમાંથી મળેલ રકમ બાળકોનાં શિક્ષણ માટે અર્પણ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.