ઘરવિહોણા માટે પણ હવે વેન્ડિંગ મશીન

212
vending-machine_
vending-machine_

યુકેમાં નિરાધાર લોકો માટે ‘એકશન હંગર’ કેમ્પેઈન: વેન્ડિંગ મશીનમાંથી વિનામૂલ્યે ૨૪ કલાક કપડા અને ભોજન મળશે

ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્ર્નોથી વિશ્ર્વના મોટાભાગના દેશો પીડાય રહ્યા છે. આ પાયાના પ્રશ્ર્નોથી દેશનો આર્થિક વિકાસદર નીચો રહે છે એટલા માટે જે-તે દેશ પીડાય છે પરંતુ ગરીબી સહન કરતા ઘરવિહોણા લોકોને તો આ પીડામાંથી પસાર થવું પડે છે અને મોટી હાલાકીઓ વેઠે છે ત્યારે યુકેમાં આવા ઘરવિહોણા લોકો માટે વેન્ડિંગ મશીન મુકાયું છે. જેમાં તેઓને ૨૪ કલાક કપડા અને ભોજન મળી રહેશે.

જેવી રીતે એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ નાખી નાણા મળે છે તે રીતે આ વેન્ડિંગ મશીનમાં કાર્ડ નાખવાથી ઘરવિહોણાને જ‚રીયાત મુજબ કોઈપણ સમયે કપડા કે ખોરાક વિનામૂલ્યે મળી રહેશે. જી, હા આ નવપ્રણાલી યુકેમાં શ‚ કરાઈ છે. જેથી શિયાળાની કાતિલ ઠંડીમાં આ ઘરવિહોણા લોકો પોતાની રક્ષા કરી શકે.

યુકે (બ્રિટન)માં દાન કરવાનો તદન નવો નુસખો અપનાવાયો છે જે ગરીબ અને ઘરવિહોણાઓને ખાસી એવી રાહત આપશે. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડમાં ઘરવિહોણા લોકોની સંખ્યા વધી રહી છે. આ રેશિયોને ઘટાડવા અને સહાયના‚પે વેન્ડિંગ મશીન મુકાયા છે. આ મશીનોમાં કોઈપણ સમયે સેન્ડવીચ, તાજા ફળો, ગરમ કપડા, ટુથપેસ્ટ, ટુવાલ વગેરે જેવી ચીજ-વસ્તુઓ મળી રહેશે. જેથી મધરાત્રે પણ ભુખ લાગે તો ઘરવિહોણા લોકોએ આમ તેમ ધુમવું ન પડે અને માત્ર એક કાર્ડ દ્વારા ભોજન સહેલાઈથી મેળવી પોતાની ભુખને સંતોષી શકે જોકે, આ ગરીબ લોકો વેન્ડીંગ મશીનનો એક દિવસમાં ત્રણ વાર ઉપયોગ કરી શકશે.

આ વેન્ડિંગ મશીનોમાં દાન કરવામાં યુકેના સુપરમાર્કેટસ વેઈટ્રોઝ, ટેસ્કો અને સાઈનબ્યુરીઝના દાનવીરોનો મોટો ફાળો છે. થોમસલ રોટર્સે આ વિશે કહ્યું હતું કે, નિરાધારોની સંખ્યા ઓછી કરવા આ એકશન હંગર ચાલુ કરવામાં આવ્યું છે જે દ્વારા ગરીબોને પ્રાથમિકતા મળશે અને ખાવા-પીવા માટે ભટકવું પડશે નહીં તેમજ સ્વાભિમાનથી જીવી શકશે.

Loading...