Abtak Media Google News

વિવિધ વિસ્તારમાં મચ્છરના પોરાના જીવંત નિદર્શન, પત્રિકા, બેનર તથા ડેન્ગ્યુ રોગના અટકાયતી પગલા વિશે માહિતગાર કરાયાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમીતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ. જેમાં શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઉત્પતિ અટકાયતી પગલા વિશે વિગતવાર માહીતી મળી રહે તે માટે વોર્ડ વાઇઝ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ છે.

ગાંધીગ્રામ, વૈશાલનગર, શિવપરા-૧, વામ્બે આવાસ યોજના ન્યુ રાજદિપ સોસાયટી, સરસ્વતિનગર, ઇસ્કોન મોલ, કિસ્ટ્રલ મોલ કાલાવડ રોડ, ગોલ્ડન સુપર માર્કેટ, સાધુવાસવાણી રોડ, રાજપુત છાત્રાલય, અમરજીતનગર, સંતોષીનગર મફતીયું, વિજય પ્લોટ, ગોૈડલ રોડ, આનંદનગર કવાર્ટસ, બાબરીયા કોલોની, ડિમાર્ટ પાસે કુવાડવા રોડ, મંછાનગર મફતીયુ, દેવકીનંદન, ભારતનગર, આજી ડેમ, એકતા કોલોની, મુરલીધર ચોક, જયનગર મફતીયું, જાહેર પ્રદર્શન તથા પોરા ભક્ષક માછલી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ.

જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, પત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલા વિશે માહીતીગાર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અંદાજીત ૬૩૬૦ લાભાર્થીઓને ડેન્ગ્યુ રોગ વિષયક માહીતી આપવામાં આવેલ તથા  મહાનગરપાલિકાની તમામ એલઇડી સ્ક્રીન પર જાહેરાત પ્રદશીત કરવામાં આવેલ. ડેન્ગ્યુ રોગવિશે માહીતી મળી રહે તે પ્રશાંત ઇન્ડસ્ટ્રીઝ મવડી મેઇન આનંદ બંગલા ચોકની બાજુમાં તથા ભવાની ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર રોડ ખાતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે કમિશ્નર બંછાનીધી પાની, નાયર કમિશ્નર બી. ગણાત્રાની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ડો. હિરેન વિસાણી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ રુપલબેન સોલંકી દિલીપદાન નાધુ પીનાકીન પરમાર તથા તમામ સુપીરીયર ફિલ્ડ વર્કર અને ફિલ્ડ વર્ક દ્વારા કામગીરી કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.