Abtak Media Google News

હડિયાણા શ્રીકાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરના વિશાળ મેદાનમાં ખેલ મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત જોડિયા તાલુકાના ભાઈ-બહેનોની ખેલકુદ સ્પર્ધા જુદી-જુદી ઈવેન્ટસમાં ખેલાડીની સ્પર્ધાની શ્રી.મા.શાળા હડિયાણા ખાતે યોજાયેલી જેમાં જોડિયા તા.પ્રા.શાળાઓ મોટી સંખ્યામાં ભાગ લીધેલ તથા જોડિયા તા.મા.શાળાઓએ પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ સમગ્ર કામગીરીથી જામનગર રમત-ગમત અધિકારીની કચેરી તથા આયોજન મુજબ કરવામાં આવેલ હતી. તાલુકા કક્ષાની એથ્લેટીકસ ભાઈ-બહેનોનું આયોજન હડિયાણા માધ્યમિક શાળામાં થયેલ છે. શાળાના આચાર્ય એન.જી.કાનાણીના માર્ગદર્શન હેઠળ બી.એલ.ઝાલા વ્યા.શિક્ષકે સંભાળેલ. તાલુક કક્ષામાં વિજેતા પ્રથમ, બીજા, ત્રીજા નંબરના ખેલાડીઓ જીલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.