Abtak Media Google News

નવસારી બેઠક પર સી.આર.પાટીલને ૬,૮૯,૬૬૮ મતોની લીડ, બીજા ક્રમે વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને ૫,૮૭,૮૨૫ની જયારે ત્રીજા ક્રમે અમિત શાહને ૫,૫૭,૦૧૪ મતોની લીડ: સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી મોહનભાઈ કુંડારીયાને સૌથી વધુ ૩,૬૮,૪૦૭ મતોની સરસાઈ

૧૭મી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૦૧૪ની ચૂંટણીના પરિણામોનું જાણે પુનરાવર્તન થયું હોય તેમ ભાજપે મોદી મેજીકમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર ફરી વિજય હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ૨૬ પૈકી એક પણ બેઠક એવી નથી કે જયાં ભાજપના વિજેતા ઉમેદવારને ૧.૨૭ લાખથી ઓછી લીડ પ્રાપ્ત થઈ હોય. રાજયની ૨૬ બેઠકો પૈકી સૌથી વધુ લીડ ભાજપને નવસારી બેઠક પર ૬,૮૯,૬૬૮ મતોની જયારે સૌથી ઓછી લીડ દાહોદ બેઠક પર ૧,૨૭,૬૬૫ મતોની પ્રાપ્ત થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ લીડ રાજકોટ બેઠક પરથી મોહનભાઈ કુંડારીયાને ૩,૬૮,૪૦૭ મતોની રહી છે.

મધ્ય ગુજરાતની ૯ બેઠકો પર ભાજપને અમદાવાદ પૂર્વ બેઠક પર એચ.એસ.પટેલ ૪,૩૨,૯૨૭ મતોથી વિજેતા બન્યા છે, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકીને ૩,૨૧,૫૪૬ મતો, આણંદ બેઠક પર મિતેશ પટેલને ૧,૯૭,૭૧૮ મતોની, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને ૩,૬૭,૧૪૫ મતોની, પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડને ૪,૧૭,૧૯૫ મતોની, દાહોદ બેઠક પર જશવંત ભાભોરને સૌથી ઓછી ૧,૨૭,૬૬૫ મતોની, વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બીજા ક્રમની સૌથી વધુ ૫,૮૭,૮૨૫ મતોની, છોટા ઉદેપુર બેઠકમાં ગીતાબેન રાઠવાને ૩,૭૭,૯૪૩ મતોની જયારે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને રાજયની ૨૬ બેઠકો પૈકી ત્રીજા નંબરની સૌથી વધુ ૫,૫૭,૦૧૪ મતોની લીડ પ્રાપ્ત થવા પામી છે.

ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર નજર કરવામાં આવે તો પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ૧,૯૩,૮૭૯ મતોની, મહેસાણા બેઠક પર શારદાબેન પટેલને ૨,૭૩,૮૪૯ મતોની, બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલને ૩,૬૮,૨૯૬ મતોની, સાબરકાંઠા બેઠક પર દિપસિંહ રાઠોડને ૨,૬૮,૯૮૭ મતોની લીડ પ્રાપ્ત થઈ છે.

દ.ગુજરાતની પાંચ બેઠકોમાં સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોસને ૫,૪૮,૨૩૦ મતોની, ભ‚ચ બેઠક પર મનસુખભાઈ વસાવાને ૩,૩૪,૨૧૪ મતોની, બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને ૨,૧૫,૪૪૭ મતોની, નવસારી બેઠક પર સી.આર.પાટીલને રાજયની ૨૬ બેઠકો પૈકી સૌથી વધુ ૬,૮૯,૬૬૮ મતોની જયારે વલસાડ બેઠક પર કે.સી.પટેલને ૩,૫૩,૭૯૭ મતોની સરસાઈ પ્રાપ્ત થવા પામી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર ભાજપના વિજેતા ઉમેદવારોને મળેલી લીડ પર નજર કરવામાં આવે તો કચ્છ લોકસભા બેઠક પર વિનોદભાઈ ચાવડાને ૩,૦૫,૫૧૩ મતોની, સુરેન્દ્રનગર બેઠક પર મહેન્દ્રભાઈ મુંજપરાને ૨,૬૮,૯૪૦ મતોની, રાજકોટ બેઠક પર મોહનભાઈ કુંડારીયાને ૩,૬૮,૪૦૭ મતોની, ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળને ૩,૨૯,૫૧૯ મતોની, અમરેલી બેઠક પર નારણભાઈ કાછડીયાને ૨,૦૦,૭૯૧ મતોની, જૂનાગઢ બેઠક પર રાજેશભાઈ ચુડાસમાને ૧,૫૦,૧૮૫ મતોની, પોરબંદર બેઠક પર રમેશભાઈ ધડુકને ૨,૨૮,૧૨૮ મતોની, જામનગર બેઠક પર પૂનમબેન માડમને ૨,૩૬,૮૦૪ મતોની લીડ થવા પામી છે.

રાજયની ૨૬ પૈકી એક પણ એવી બેઠક નથી કે જયાં ભાજપના વિજેતા ઉમેદવારની લીડ સવા લાખ કે સવા લાખ મતોથી ઓછી હોય ૨૦૧૪ની માફક ૨૦૧૯માં ભાજપની રાજયની તમામ ૨૬ બેઠકો પર જીત હાંસલ કરી છે. આ વખતે ભાજપે ૧૦ સીટીગ સાંસદોની ટીકીટ કાપી તેના સ્થાને નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા તે તમામ જીતવામાં સફળ રહ્યાં છે. સુરત, ભરૂચ, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ર્ચિમ અને ગાંધીનગર બેઠક પર ભાજપ સતત નવમી વખત લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.