Abtak Media Google News

પૂ.ગોવિંદરાયજી મહારાજ અને પૂ.મધુસુદનલાલજી મહોદયની અધ્યક્ષતામાં આયોજન: કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા આપશે હાજરી: કાર્યક્રમને સફળ બનાવવા વૈષ્ણવ અગ્રણીઓ અબતકના આંગણે

વલ્લભાચાર્ય ફાઉન્ડેશન મધ્ય ઝોન દ્વારા આગામી રવિવારે સાંજે ૮ કલાકે કરણપરા ચોક પ્રદ્યુમન સ્કૂલ દ્વારા પુષ્ટી વસંત મહોત્સવ અને હોરી રસિયા ફૂલફાગ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે. સર્વાધ્યક્ષ ગો.૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજ તથા ગો.૧૦૮ શ્રી મધુસુદનલાલજી મહોદયની અધ્યક્ષતામાં આયોજીત મહોત્સવમાં સર્વે વૈષ્ણવોને પધારવા અનુરોધ કરાયો છે. ચિફ ગેસ્ટ તરીકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા હાજરી આપી મહોત્સવની શોભા વધારશે.

આ ભ્યાતિભવ્ય આયોજન અંતર્ગત રવિવારે સાંજે ૮ કલાકે દિપ પ્રાગટય એવમ મંગલ વધાઈ કિર્તન, ૮:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ એવમ વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના આગામી કાર્યક્રમોની વિગત આપવામાં આવશે. ૯ કલાકે, વલ્લભકુલ વચનામૃત ત્યારબાદ ૧૧:૩૦ વાગ્યા સુધી હોરી રસીયા ફુલફાગ મહોત્સવ ઉજવવામાં આવશે. ધમાર રસીયાની પ્રસ્તુતા પ.ભ.ભરતભાઈ ધીણોજા એવમ વૃંદ દ્વારા કરવામાં આવશે. અંતે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.

આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરિષદની સ્થાપના કરવાની છે. આ પ્રસંગે સર્વે પદાધિકારીઓ તેમજ રાજકીય મહેમાનો હાજરી આપશે. વૈષ્ણવ સૃષ્ટિને વસંત મહોત્સવનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. મહોત્સવની વધુ વિગત માટે છબીલદાસ કોટક મો.નં.૯૮૨૪૮ ૮૧૨૨૧, ૯૮૨૫૦ ૭૫૦૨૮ ઉપર સંપર્ક કરવો. મહોત્સવને ઉલ્લાસભેર ઉજવવા ભુપતભાઈ સેદાણી, ધર્મેશભાઈ પારેખ, પિયુષભાઈ રાણપરા અને મેહુલભાઈ ભગતે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.