યમુનાજી શુદ્ધિકરણના સમાચારથી વૈષ્ણવો આનંદીત

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી..

વૈષ્ણવોની આસ્થાના પ્રતીક યમુનાજી ફરિવાર પવિત્ર બનશે

મહાભારત અને રામયણ સમયે યમુના નદીનો મહિમા અને મહત્વ રહ્યું છે અને સેંકડો વૈષ્ણવ સમાજ માટે આસ્થાના પ્રતિક ગણાતી યમુનાજી નદીને દિલ્હીના ગંદા વોકળામાં પરિવર્ત થતી અટકાવી યમુના નદીને ફરી જીવંત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભગવાન કૃષ્ણના મથુરાની જેલમાં જન્મની સાથે જ યમુના નદી પાર કરી વાસુદેવ વૃંદાવન નંદબાવાને ત્યાં મુકવા ગયા અને ભગવાન કૃષ્ણએ યમુના નદીમાં કાળી નાગને નાથયો હતો તે રીતે આજે યમુના ગંદકીના સ્વરૂપના ફુફાડો મારી રહી છે. લાખો વૈષ્ણવોના દિલ દુભાય તેવી સ્થિતીમાં રહેલી યમુનાજીને ફરી જીવંત કરી પવિત્ર વહેણને મુકત કરવા માટે ૧૯૯૪થી ચાલતી કાનૂની લડતમાં મહત્વનો નિર્ણય આવતા યમુના ગંદકી મુકત બની પવિત્ર બની જશે.

ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ પાંચ રાજ્યમાંથી પસાર થતી યમુના નદી માટે હથનીકુંજડ પવિત્ર ગણવામાં આવ્યો છે પરંતુ પાંચેય રાજયને યમુનાજીના જળ પ્રવાહની વેચણીના કારણે વહેતી નદી યમુનાજી નવી દિલ્હીના ગંદા વોકળામાં પરિવર્તત થઇ ગઇ છે. વૈષ્ણવોના આસ્થાના પ્રતિક સમાન યમુનાજી નદીમાં પાણી છોડી હથનીકુંડને ગંદકી મુકત કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોચેલા કાનૂની વિવાદ બાદ નેશનલ ગ્રીન ટબ્યુનલ દ્વારા ૧૯૯૪માં બોર્ડની રચના થઇ હતી. યમુના નદીના પર્યાવરણીય પ્રવાહને સુનિશ્ર્ચિત કરનવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે પાણીની વહેચીણી કરાર પર પુન વિચારણા કરવા અંગે ભલામણ કરવામાં આવી છે.

બોર્ડના સભ્ય બી.એસ. સજાનવાન અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્ય સચિવ શૈલજા ચંદ્રની બનેલી પેનલ દ્વારા યમુના નદીના પ્રવાહને મુકત કરવાની ભલામણ કરવામાં કરી યમુનાજીને પૂર્વ નિર્ધારિત સ્થિતીમાં જાળવવા જરૂરી ગણાવ્યું છે. તેમજ જલ શક્તિ મંત્રાલય પર યમુના નદી બોર્ડ અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના હેત ધરાવતા રાજય ૧૯૯૪માં હથનીકુંડ બેરેજ પર આગ્રણીય વહેતા પ્રવાહને છુટો કરવાની મંજુરી આપી યમુનાજીને બંધન મુક્ત કરવા આદેશ કર્યો છે. બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે, હરિયાણાના યમુનાનગર જિલ્લાના હથનીકુંડ બેરેજમાંથી પાણીને છોડવામાં આવશે તેમજ યમુના નદીના પશ્ર્ચિમી અને પૂર્વ વિભાગની યમુના નહેરો, તેમજ દિલ્હીને મ્યુનિસિપલ પાણી પુરવઠા દ્વારા કરવામાં આવેલી આડશને આ હુકમથી અસર થશે અને ઉત્તર પ્રદેશ રાજય માટે યમુના નદીમાથી અપાતુ સિચાઇના પાણીને પણ અસર કરશે તેમ સુત્રો જણાવી રહ્યા છે. યમુના નદીમાં માચ, એપ્રિલ અને જુનમાં અનુક્રમે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે યમુના નદી દિલ્હીના વોકલા પુરતી સ્મીત રહેવાના બદલે ફરી વહેલા જળની જેમ યમુના ગંદકી મુક્ત થઇ જશે તેના કારણે વૈષ્ણવો માટે આસ્થાના પ્રતિક સમાન યમુના પવિત્ર બની જશે તેમજ કૃષ્ણએ કાળી નાગ મુક્ત કરી હતી તેમ બોર્ડના નિર્ણયથી યમુના ગંદકી મુક્ત બની જશે તેમા બે મત નથી તેમ સુત્રો જણાવી રહ્યા છે.

વૈષ્ણવોની લાગણીને ધ્યાને લેવા બદલ હું વૈષ્ણવો વતી  સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું: ભાયાભાઈ સાહોલીયા (રાજકોટ ગોલ્ડ જવેલરી એસોસિએશન)

રાજકોટ ગોલ્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ કહ્યું હતું કે આધ્યાત્મિક દ્રષ્ટિએ યમુનાજી યમરાજાના બહેન છે, સૂર્યપુત્રી છે જેની સાથે સનાતન હિન્દૂ ધર્મની ધાર્મિક લાગણીઓ યમુના નદી સાથે જોડાયેલી છે અને વૈષ્ણવ સંપ્રદાય આ નદીને પોતાની માઁના સ્વરૂપમાં જોવે જેથી આ નદી સંપ્રદાય માટે આસ્થાનું પ્રતીક છે. એકસમયે અતિપવિત્ર નદી તરીકે જ્યારે યમુના નદીની એક ઓળખ હતી ત્યારે આજે જે અમુક લોકો કે ઔદ્યોગિક એકમોએ પોતાના સ્વાર્થ માટે જે હાલત નદીની કરી છે તેવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિને આ નદીના પાણીથી હાથ – પગ પણ ફહોવા હોય તો સંકોચ થાય છે. એટલી હદે આ નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે જેની કોઈ સીમા નથી. ગત લાંબા સમયથી આ નદીની શુદ્ધિકરણની માંગ સાથે વૈષ્ણવ સંપ્રદાય એક લડત લડી રહ્યું છે. રાજકોટ ખાતેથી પણ આ લડતનું મંડાણ કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવ સંપ્રદાયના બાવશ્રીઓએ પણ અનન્ય યોગદાન આપ્યું હતું. ત્યારે જે રીતે આ નદીની શુદ્ધિકરણ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવરદાયક છું તેમજ આ તકે હું સમગ્ર સંપ્રદાય તરફથરે સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું હતું કે વૈષ્ણવો માટે તમુના નદીનું એટલું મહત્વ છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના મુખમાં યમુના નદીનું જળ નાખ્યા બાદ જ અગ્નિ દાહ સંસ્કાર કરવામાં આવે છે, યમુના નદીમાં સ્નાન કરવાથી તમામ દુષ્કૃત્યો માફ થાય છે તેવી અમારી માન્યતા છે જેના કારણે આ નદી આસ્થાનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે આ નદીની શુદ્ધિકરણ બાદ ફરીવાર દૂષિત થાય નગી તે માટે આસપાસની કેમિકલ ફેકટરીઓ તેનું દૂષિત પાણી નદીમાં છોડી શકે નહિ તેવા નિયમો બનાવવા જરૂરી છે અને શક્ય હોય તો આ ઔદ્યોગિક એકમોને યમુના નદી ખાતેથી દૂર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા સર્જાય નહિ.

વૈષ્ણવોની સમસ્યાને વાચા આપનાર ‘અબતક’ મીડિયાનો હૃદયપૂર્વક આભાર : બાવાશ્રી અભિષેકકુમારજી કનૈયાલાલજી મહારાજ

વલ્લભાશ્રય હવેલીના બાવાશ્રી અભિષેકકુમારજી કનૈયાલાલજી મહારાજએ કહ્યું હતું કે યમુનાજીની શુદ્ધતા અંગે અનેકવિધ ધર્મચાર્યો, સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ લડત આપી છે તેમ છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ હોય તેવું આજ સુધી બન્યું ન હતું. ઘણી બધી સરકારો આવી, ઘણી સરકારો ગઈ પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે તેમાં કામગીરી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલ પ્રશ્ન એ છે કે જે રાજ્યોમાંથી યમુનાજી વહે છે. ત્યાંની ઔદ્યોગિક એકમોનું દૂષિત પાણી યમુનાજીમાં ઠલવાય છે જેના કારણે દિન પ્રતિદિન પ્રદુષિત થઈ રહ્યા છે. કતલખાનાનું ગંદુ પાણી પણ યમુનાજીમાં ઠલવાઇ રહ્યું છે જેનો અમે અવાર નવાર વિરોધ કરેલો છે. રાજકોટ ખાતે પણ અમે આંદોલન કરેલા છે. સુપ્રીમ કોર્ટ થી માંડી કેન્દ્ર સરકાર સુધી પત્ર – આવેદનપત્રથી અમે અનેકવાર રજુઆત કરેલી છે. મહત્વપૂર્ણ બાબત છે એ છે કે જ્યાં સુધી ત્યાંની રાજ્ય સરકાર જાગૃત નહીં થાય ત્યાં સુધી યમુનાજી પવિત્ર નહીં થાય. હાલની રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે કે યમુનાજીનું પ્રદુષણ દૂર થાય. યમુનાજીમાં ઠલવાતા ગટરના પાણી, પ્રદુષિત કેમિકલયુક્ત પાણીને રોકવા હાલ પ્રયત્નો થઈ રહ્યા છે જે જોઈને અમને આંનદ થાય છે. અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ જાતનો સબંધ નથી પરંતુ જે કામગીરી હાલ થઈ રહી છે તે જોઈને અમે ચોક્કસ હર્ષની લાગણી અનુભવીએ છીએ. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હથનીકુંડમાંથી જ્યાં સુધી પ્રવાહ છોડવાની છૂટ આપવામાં આવી ન હતી ત્યાં સુધી ગંદકીના ગંજ ભરાયા હતા પરંતુ જ્યારે હથનીકુંડમાંથી પાણી છોડવાની છૂટ આપવામાં આવી ત્યારે અમને એવું લાગ્યું કે પાણીના પ્રવાહની સાથે ગંદકી દૂર થશે પરંતુ જ્યારે જ્યારે રાજ્ય સરકાર બદલાય છે ત્યારે પરિસ્થિતિ પણ બદલાય જાય છે એટલે જ્યાં સુધી પાણી છોડી દેવામાં ન આવે ત્યાં સુધી ખરેખર ગંદકી દૂર થશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાય નહીં. તેમણે વૈષ્ણવો અને યમુનાજી અંગેના સબંધ અંગે કહ્યું હતું કે યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે અને વૈષ્ણવો માટે તેઓ માઁ સમાન છે. જ્યારે પણ વૈષ્ણવો વ્રજયાત્રા માટે જાય ત્યારે પ્રથમ તેઓ યમુનાજીમાં સ્નાન કરી, જલપાન કરીને તેમની આજ્ઞા લઈને જ વ્રજયાત્રા માટે નિકળે છે એટલે ઠાકોરજીના મહારાણી એટલે યમુનાજી અને વૈષ્ણવોની માતા એટલે યમુનાજી તેવું પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનું માનવું છે. તેમણે યમુનાજી પ્રવિત્ર રહે તે માટેની તકેદારીઓ વિશે કહ્યું હતું કે સૌ પ્રથમ સ્થાનિકોએ જાગૃત થવાની જરૂર છે. ત્યારબાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જાગૃત થઈને કોઈ પણ જાતની ગંદકી યમુનાજીમાં થાય નહીં તેવી તૈયારી બતાવવી પડશે. કોઈ ચોક્કસ નિયમો બનાવવા પડશે તેમજ ત્યાંની ઔદ્યોગિક એકમોએ પણ આ અંગે જાગૃત થઈને નિયમો પાળવા પડશે તો જ યમુનાજી અગાઉની જેમ નિર્મલ બનશે અને સૌ કોઈ તેમનું જલપાન કરીને પવિત્ર બનશે. તેમણે અંતે કહ્યું હતું કે યમુનાજીમાં ગંદકી અંગે લડત ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે અનેક સ્વાયત સંસ્થાઓએ યમુનાજીની પવિત્રતા માટે ગામે ગામથી ફાળો ઉઘરાવ્યો હતો પરંતુ તે પૈસાનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી મળતી નથી અથવા તો કોઈ સદઉપયોગ થયો હોય તેવું પણ દેખાતું નથી ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે લોકો આસ્થાના પ્રતિકના નામે ઉઘરાણા કરતા હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે અને મારા મત મુજબ ચોક્કસ આ વિશે સચોટ તાપસ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ તકે જ્યારે યમુનાજીને ફરીવાર પવિત્ર બનાવવા અંગે નિર્ણય કરાયો છે ત્યારે હું ખાસ ’અબતક’ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કેમકે જ્યારે રાજકોટ – સૌરાષ્ટ્ર માંથી યમુનાજીમાં થઈ રહેલ પ્રદુષણ અંગે લડત ચલાવવામાં આવી હતી ત્યારે આ એક મિડિયાએ સતત સાથે રહી અમારી સમસ્યાને વાચા આપી છે.

યમુનાજીના પવિત્ર નીર, વૈષ્ણવોમાં લાગણીનો ઉમળકો: દિનેશભાઈ કારીયા (ગુજરાત સ્ટેટ ફૂડ કમિશન મેમ્બર)

ગુજરાત સ્ટેટ ફૂડ કમિશન મેમ્બર દિનેશભાઈ કારીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ઘણા વર્ષોથી આ યમુનાજી વિવાદ ચાલે છે. અમારા બાવાશ્રી ચીનુબાવા જેમણે યમુના પ્રદુષણ માટે પોતાની જિંદગી નિચ્છાવર કરી દીધી હાલ થોડા સમય પહેલા જ તેઓ ત્યા લીલા કરી ગયા ગઈ આઠ તારીખના રોજ હું સ્વયંમ ગોકુળ મુલાકાતે હતો અત્યારે ત્યાં ખૂબ સારૂ કામ ચાલે છે. હાલ કેન્દ્રીય મીનીસ્ટર દ્વારા પ્રદુષણ બોર્ડ મારફતે પૂરી વાત પહોચાડી છે. સરકારનો વધારે પડતો ખ્યાલ કોરોનાના કહર વચ્ચે ત્યાં પડયો જેના કારણે ત્યાંની આજુબાજુની ફેક્ટરીઓ બંધ રહી અને સરકારને વધુ ખ્યાલ આવ્યો કે આ જે પાણી પ્રદુશીત થતુ હતુ તે બધુજ ફેકટરીનું અને ઈન્સ્ટ્રીઝના પ્રદુષણનું પાણી હતુ હાલ ત્યા એકદમ ચોખ્ખુ પાણી જોવા મળે છે. જે કારણ માત્ર ત્યાં કારખાનાનો હોકળો હાલ બંધ છે. હવે અમને ખાત્રી છે કે સરકાર યમુનાજીના નીરને એકદમ ચોખ્ખુ અને પવિત્ર કરી વહેતુ કરી દેશે હાલ ત્યાં સોળે કળાએ કુદરત ખીલી છે. જે મને જોગા લાગે છે કે આવનારા સમયમાં કાયમી દ્રશ્યો જોવા મળશે તેમજ યમુનાજી નદીનું શુધ્ધીકરણ કાર્ય શરૂ થતા અમો સમગ્ર વૈષ્ણવો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

આસ્થાના પ્રતીક સમાન યમુનાજી દૂષિત થાય નહીં તે માટે ઔદ્યોગિક એકમો પર ચોક્કસ નિયંત્રણો લાદવા જરૂરી: ચીમનભાઈ લોઢીયા (તત્વ ડાયમંડ જવેલરી; વસુંધરા બિલ્ડર્સ)

તત્વ ડાયમંડ જવેલરીના માલિક અને વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી ચીમનભાઈ લોઢિયાએ વૈષ્ણવ સંપ્રદાય અને યમુનાજી વચ્ચેના સબંધ અંગે કહ્યું હતું કે યમુનાજી વૈષ્ણવ સંપ્રદાયનું હૃદય છે. યમુનાજી ઠાકોરજીના પટરાણી છે અને સંપ્રદાય માટે મહારાણી છે જેના કારણે સમગ્ર સંપ્રદાય માટે  યમુનાજી આસ્થાનું પ્રતીક છે અને સનાતન હિન્દૂ ધર્મ માટે યમુનાજીનું મહત્વ ખૂબ જ વધુ છે. દિવાળી બાદ સમગ્ર ભારત દેશમાં ફક્ત યમુનાજીના સ્નાનનું મહત્વ છે. તેમણે યમુનાજીમાં દિન પ્રતિદિન વધતા પ્રદુષણ અંગે તેમણે કહ્યું હતું કે, જે રીતે ગટરનું ગંદુ પાણી, ફેક્ટરીઓનું કેમિકલયુક્ત ગંદુ પાણી યમુનાજીમાં છોડવામાં આવે છે તેનાથી યમુનાજીનું પાણી એટલી હદે દૂષિત થયું કે એ જળ અમે પ્રસાદી સ્વરૂપે ગ્રહણ પણ કરી શકીએ નહીં જેના કારણે અમારી લાગણી ખૂબ દુભાઈ હતી. ત્યારે સંપ્રદાય દ્વારા ખૂબ મોટી લડત ચલાવવામાં આવી હતી જેમાં વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો, સાધુ – સંતો તેમજ અગ્રણીઓ જોડાઈ હતી અને સરકારને રજુઆત કરવામાં આવી હતી કે યમુનાજીનું શુદ્ધિકરણ કરવામાં આવે જેથી અમારી આસ્થાનું પ્રતીક ફરીવાર પવિત્ર થાય ત્યારે સરકારે પણ હકરાત્મક અભિગમ દાખવતા એવું કહ્યું હતું કે ટૂંકા સમયમાં યમુનાજીના દૂષિત પાણીને શુદ્ધ કરી દેવા નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે સમગ્ર દેશમાં લોક ડાઉન અમલી બન્યું, ઔદ્યોગિક એકમો બંધ થયા ત્યારે યમુનાજીનું પાણી બિલકુલ શુદ્ધ અને નિર્મલ બન્યું હતું જેનાથી કહી શકાય કે આ નદીનું જળ પ્રદુષિત થવાનું એકમાત્ર કારણ ઔદ્યોગિક એકમોનું પ્રદુષિત જળ છે જેથી આ એકમો પર નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે જેથી ભવિષ્યમાં યમુનાજી દૂષિત થાય નહીં. તેમણે કહ્યું હતું કે અમારા સંપ્રદાયની લાગણી એકમાત્ર એવી છે કે ફક્ત યમુનાજીનું પાણી શુદ્ધ રહેવું જોઈએ અને દૂષિત થવા જોઈએ નહીં તે સિવાય અમારી કોઈ માંગ કે લાગણી નથી. ત્યારે આ અંગે સરકારે યોગ્ય વિચારણા કરીને ચોક્કસ નિયમો બનાવીને તેનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ.

યમુનાજી સદૈવ પવિત્ર રહે તેવી લાગણી: ગોવિંદભાઈ દાવડા (મદનમોહનજી હવેલી)

મદનમોહનજી હવેલીના ટ્રસ્ટી ગોવિંદભાઈ દાવડાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે યમુનાજી વૈષ્ણવ લોકોનાં હૃદયમાં વહે છે. ઠાકોરજીના પટરાણી તરીકે યમુનાજીનું સ્થાન વૈષ્ણવમાં આગવી રીતે છે. વૈષ્ણવ સંપ્રદાયના લોકોના ઘરે જઈએ ત્યાં લોટીજળના સ્વરૂપમાં યમુનાજી બીરાજે છે. બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે પાંચ રાજયમાંથી થઈને દિલ્હીમાં વોકળામાં ભળે છે. ખાસ કરીને મુઝફરનગના ગટરનું પાણી યમુનાજીમાં ઠાલવવામાં આવે છે. તે ખૂબ દુ:ખદાયી છે. આ સિવાય ઢોરનાં માસ

ચામડાઓ પણ યમુનાજીમાં ઠાલવવામાં આવે છે. યમુનાજીના શુધ્ધીકરણ માટે અગાઉ પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર અને રાજય સરકારને પણ ઘણીવાર રજૂઆત કરેલી હતી. લોકડાઉનના સમયગાળામાં યમુનાજીનું જળ ખૂબજ શુધ્ધ હતુ પણ લોકડાઉન પછી દિલ્હીના કારખાના ચાલુ થતા જ ફરી જળ દુષિત થવાનું ચાલુ થઈ ગયું છે. તે માટે પાછી સરકાર પાસે વૈષ્ણવ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવશે.

સનાતન હિન્દુ ધર્મ માટે આવરદાયક નિર્ણય: અશોકભાઈ ઝીંઝુવાડિયા (રાધિકા જવેલર્સ)

રાધિકા જવેલર્સના માલિક અશોકભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે જો નિર્ણય અમલી બને તો વૈષ્ણવ સંપ્રદાય સહિત સમસ્ત સમાજ માટે ખૂબ જ સારો નિર્ણય કહી શકાય. તેમજ આ નિર્ણયથી વૈષ્ણવ સમાજમાં એક હર્ષની લાગણી વ્યાપી છે કેમકે વૈષ્ણવો યમુનાજીને મહારાણી તરીકે જ ઓળખે છે. ત્યારે આ નિર્ણય ખૂબ જ આવરદાયક છે. તેમણે કહ્યું હતું કે એકવાર શુદ્ધિકરણ બાદ ફરીવાર યમુનાજી પ્રદુષિત થાય નહીં તે માટે ચોક્કસ નિયમો બનાવવા પણ અતિઆવશ્યક છે કેમકે આસપાસના ઔદ્યોગિક એકમોને કારણે જ આ નદી પ્રદુષિત થાય છે અને વૈષ્ણવોની લાગણી દુભાય છે પરંતુ જો સરકાર આ બાબતે કોઈ નિયમ બનાવી ચુસ્તપણે પાલન કરાવે તો વધુ સારું રહેશે.

યનુમાનજી એટલે વૈષ્ણવો અને વૈષ્ણવો એટલે યમુનાજી: રૂચીબાવા (ચરણાટ હવેલી)

ચરણાટ હવેલીના રૂચીબાવાશ્રીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે યમુનાજી અને વૈષ્ણવ સંપ્રદાયનો સંબંધની વાત કરીએ તો અમે લોકો કૃષ્ણ અને યમુનાજીને એક જ સ્વરૂપ માનીએ છીએ યમુનાજીનું જે સ્વરૂપ વૈષ્ણવ સંપ્રદાયમાં છે. તે જીવ અને કૃષ્ણ વચ્ચે જે દૂરી રહેલ છે. તે યમુનાજી દૂર કરે છે. યમુનાજી શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિય રાણી છે. ગોકુલ, મથુરા આદી સ્થળોમાં અમારી વ્રજયાત્રામાં યમુનાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એક સનાતન ધર્મના રૂપમાં એક પવિત્ર નદીનાં રૂપમાં યમુનાજીનું સ્થાન છે. વૈષ્ણવ સંપ્રદાય થકી એવી મુહીમ ચાલી રહી છે કે જેમ ગંગાજીને પવિત્ર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેજ રીતે યમુનાજીનું જળ પવિત્ર બને તેવા

પ્રયાસો ચાલી રહ્યા છે. અને તે સીવાય કોઈપણ નદી પ્રદુષણ ગ્રસ્ત થાય તો દુ:ખ તો થાય જ. યમુનાજીમાં પ્રદુષણ છે તે પણ દુ:ખની જ વાત છે. અત્યારે તેમના શુધ્ધીકરણ માટે જે પ્રયાસો ચાલી રહ્યા છે. અને તેમાં વધારે ધ્યાન આપીને નિવારણ થાય તેવી અપીલ કરીએ છીએ.

Loading...