શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવોએ ગરબે રમી ઠાકોરજીની કરી આરાધના

70

શરદપૂર્ણિમાં નિમિતે ભવ્ય મનોરથ એવમ્ રાસોત્સવ યોજાયો

શ્રીનાથધામ હવેલીના ઉપપ્રમુખ રાકેશભાઈ દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, વૈષ્ણવ આચાર્ય પૂ.પા. ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયજીની મંગલ પ્રેરણા એવમ માર્ગદર્શનથી શ્રીનાથધામ હવેલીના સાંનિધ્યમાં શ્રી ગીરીરાજજી, શ્રી દ્વારકાધીશજી પ્રભુ શ્રી ગોર્વધનનાથજી પ્રભુ, શ્રી બાલકૃષ્ણલાલજી સ્વામીના સાનિધ્યમાં, શ્રી પયમના મહારાણીજીના મંગલ સાનિધ્યમાં શ્રી નાથધામ હવેલી રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ શરદોત્સવનો લાભ લીધો હતો. શ્રીનાથધામ હવેલી ૧-૪-૨૦૧૯થી શુભારંભ થયો છે. અને વિવિધ ઉત્સવો અહી સંપન્ન થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓને આ ઉત્સવોનો લાભ મળી રહ્યો છે. અને આ પ્રથમ શરદોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા. અને ઉત્સાહભેર ગરબા લીધા હતા.

Loading...