Abtak Media Google News

ઉત્તરાખંડ પર્યાવરણ સુરક્ષા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય

દેશભરના જ નહીં પણ વિશ્વભરના લાખો હિન્દુ યાત્રાળુઓ દર વર્ષે ચારધામની પુણ્યશાળી યાત્રાએ જાય છે જ્યારે અન્ય ધર્મના લોકો અહીં હિમાલય પર્વતની સાહસભરી યાત્રાએ જાય છે. આ ચારધામ યાત્રામાં વધી રહેલી ગંદકી છેલ્લા થોડા વર્ષોી મોટી સમસ્યા તરીકે ઉપસી આવી છે. પવિત્ર યાત્રાધામોમાં તી ગંદકીને નિવારવા મોદી સરકારે સ્વચ્છતા અભિયાન ચલાવવા લોકોને અપીલ કરી હતી. પરંતુ લોકોની ઉદાસીનતાએ હવે ઉત્તરાખંડ રાજ્ય સરકારે આ ગંદકીની પોતાની રીતે સફાઈ કરવા યાત્રાળુઓ ‘ગ્રીન ટેક્ષ’ લાદવાની જાહેરાત કરી છે.

‘ગ્રીન ટેક્ષ’ની આ રકમમાંથી ગ્રામીણ પંચાયતોની મહેસુલી આવક ઉભી કરી વિસ્તારના વિકાસ માટે અને ઈકોફ્રેન્ડલી ધોરણે પર્યાવરણની જાળવણી માટે આ રકમ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પર્યાવરણ સુરક્ષા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યમાં યાત્રાળુઓના આગમનના પગલે પ્રદુષણ ફેલાવવાનો મુદ્દો ઉઠાવીને હિમાલયની તળેટીના રાજ્યો ઉત્તરાખંડમાં પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા માટે ખાસ કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા બોલાવવામાં આવેલી એક બેઠકમાં ઉત્તરાખંડ પર્યાવરણ સુરક્ષા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સો વનતંત્ર અને વન અને પર્યાવરણ મંત્રી હરખસિંગ રાવતની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલી ખાતે દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગપતિ ગુપ્તા પરિવારના યોજાયેલા લગ્ન બાદ ફેંકવામાં આવેલા ટન મોઢે કચરાની અઠવાડિયાઓ સુધી સફાઈ કરી પ્રાકૃતિક રીતે નૈસગિક જાહેર કરાયેલા વિસ્તારોની સફાઈ કરવાની ફરજ પડયા બાદ સરકારે ઉત્તરાખંડમાં આવતા પ્રવાસીઓ અને ચારધામના યાત્રાળુઓ પાસેી પર્યાવરણ જાળવણી માટે ટૂંક સમયમાં જ ‘ગ્રીન ટેક્ષ’ વસુલવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.