Abtak Media Google News

એફડીએ દ્વારા ભારતનાં ડોકટરોને દવાનો ઉપયોગ કરવા સામે સાવધાની રાખવા ચેતવણી

ભારતમાં ચેપીરોગની સારવાર માટે સામાન્ય રીતે ખુબ જ વપરાતી એન્ટીબાયોટીક દવા ફલોરોકિવનોલોન દર્દીઓ ઉપર ઘાતક અસર લાવી શકિત હોવાની ચેતવણી આપી અમેરીકાનાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભારતીય ડોકટરોને આ દવાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા ચેતવ્યા છે.

સમગ્ર ભારતમાં બેકટેરીયાના સંક્રમણના રોગની સારવાર માટે એન્ટીબાયોટીક દવા ફલોરોકિવનોલોનનો છુટથી ઉપયોગ થાય છે પરંતુ આ દવા માણસ ઉપર ઘાતક અસર લાવતી હોવાનું અમેરીકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંશોધનમાં બહાર આવ્યું છે. અમેરીકાના સંશોધન મુજબ આ દવાના વધુ પડતા કે આડેધડ ઉપયોગને કારણે શરીરમાં સુગરનું લેવલ વધી જાય છે અને આડઅસર અને રીએકશનના કારણે વ્યકિત કોમામાં પણ ધકેલાઈ શકે છે.

અમેરીકાએ પોતાના સંશોધનોના આધારે ડોકટરોને ચેતવ્યા છે અને ફલોરોકિલનોલોનનો વપરાશ સાવધાનીપૂર્વક કરવા હિમાયત આપવાની સામે આ દવાની અસર પર નજર રાખવા અમેરીકાએ ચાંપતી નજર રાખવાનું શ‚ કર્યું છે. અમેરિકાની ચેતવણી અંગે ડો.અનુપ મિશ્રાએ જણાવ્યું હતું કે, ચોકકસપણે આ ગંભીર બાબતે અમે જાગૃત રહીશું અને દર્દીઓને દવાના વપરાશ અંગે યોગ્ય સુરક્ષા આપીશું. ઉલ્લેખનીય છે કે અમેરીકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને લેવલીંગ કરવામાં ફેરફાર કરવા પણ આદેશ જારી કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.