Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટરે રેવન્યુ ડેટા ઓનલાઈન કરવા તેમજ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ બાબતે કવાયત હાથધરી

રેવન્યુ રેકોર્ડને લોકોના હાથવગો કરવા માટે તમામ વિગતો ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ૧૯૯૫ પહેલા જે મેન્યુઅલ રેકોર્ડ બનતા હતા તે રેકોર્ડને ઓનલાઈન ડિજીટલાઈઝ કરવાનો નિર્ણય થયો છે. જેની ઈ-ધારા અંતર્ગત કામગીરી શ‚ કરવામાં આવી છે. આ બાબતે વધુ વિગતો આપતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ અબતકને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વર્ષ ૧૯૯૫ પહેલા જે મેન્યુઅલ રેકોર્ડસ બનતા હતા. તે બધાને ઈ-ધારા અંતર્ગત ઓનલાઈન-ડીઝીટલાયઝ કરવામાં આવ્યા છે. વર્ષ ૧૯૯૫ પછીના તમામ રેકોર્ડસ અવેલેબલ છે અને ૨૦૦૫ પછી ઈ-ધારા અંતર્ગત કામગીરી ચાલુ છે. જુના તમામ મેન્યુઅલ રેકોર્ડસને સ્કેન અને અપલોડ કરીને પબ્લિક ડોમેનમાં મુકવા માટે સરકારે નિર્ણય લીધો છે. જેનાથી કોઈપણ વ્યકિત અન્ય કોઈપણ વ્યકિતની નોંધ કે સર્વે નંબરને જોઈ શકશે. તે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિલેજ ફોર્મ-૬ નંબરની સ્કેનીંગનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. તે પૈકી રાજકોટમાં વીએફ-૬ સ્કેનીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેની ચકાસણીનું કામ અત્યારે ચાલુ છે અને તેના રેકટીફીકેશનની જ‚રી કામગીરી પૂર્ણ કરી સરકારે એને ઓનલાઈન મુકવાનો નિર્ણય લેશે.

ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા જે નવા પોપ્યુલેશન વધવાના કારણે નવા બુથ ઉભા કરવાની જ‚રીયાત ઉભી થતી હોય તો એના માટે આખો એક સર્વે કરવાની સુચના આપી છે તેના ભાગ‚પે એક બુથ ઉપર ૧૨૦૦ની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં તથા ૧૪૦૦ની વસ્તી શહેરી વિસ્તારમાં તથા ૧૪૦૦ની વસ્તી શહેરી વિસ્તારમાં એ પ્રમાણે માપદંડ નકકી કરવામાં આવ્યા છે. આપણી પોપ્યુલેશન વધી છે એના કારણથી ૧૮૩ એવા નવા બુથ કે સપ્લીમેન્ટ્રી બુથ ઉભા કરવાના થાય એવો પ્રાથમિક અહેવાલ આપણી પાસે આવ્યો છે એના માટે દરેક એઈઆરઓ અને ઈઆરઓને સુચના આપી છે. રાજકીય પક્ષોને આપણે સાથે રાખવાની વાત કરી છે અને જિલ્લા સ્તરે પણ આગામી ૨૨ તારીખે મીટીંગ બોલાવવાના છીએ ત્યારબાદ જે લીસ્ટ ફાઈનલ કરીને અને શેયર કરીને અને કોઈ વાંધા કે કોઈ સુચન હશે તો એને ઉમેરીને કમિશનમાં મોકલશું.આધારકાર્ડ વિશે વધુ માહિતી આપતા કલેકટરે જણાવ્યું હતું કે આધારકાર્ડના ઘણા એવા મહત્વના બનાવો ઉપરાંત ફ્રોડ એજન્સીઓ કામ કરતી પકડાઈ છે ત્યારે સરકારે એ નિર્ણય લીધો કે દરેક કીટ ઉપર જીપીએસ સિસ્ટમ ઉભી કરવામાં આવે જીપીએસ કીટ લગાવાથી છેલ્લી લોકેશન જાણી શકાશે. તેમજ કીટ કયા ફિલ્ડમાં ગઈ, ઓપરેટર ગયા કે નથી ગયા એ વિગતો પણ જાણી શકાશે અને સંજોગોવસાત કીટ ખોવાય ગઈ હોય કે ગુમ થઈ જવાથી કોઈ પ્રશ્ર્નો ઉભા થાય તો એ બધા ડેટા આપણી પાસે જીપીએસ દ્વારા મેળવી શકાશે. આપણે ત્યાં ૪૯ કીટ કાર્યરત છે એ પૈકી ૩૪ કિટ ઉપર અત્યારે જીપીએસ સિસ્ટમ મળી ગયા છે અને તેની કાર્યવાહી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.