ઉપલેટા તાલુકા ભાજપના આગેવાનોનીગામડે ગામડે ખાટલા બેઠક યોજાઈ

૨ ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લા ભાજપના માર્ગદર્શન મુજબ દરેક તાલુકાના ગામડે ગામડે ખાટલા બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારે ગાંધીજી સત્યના આગ્રહી હતા અને ખેડૂતોને સત્યથી વાકેફ કરવા ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા અને ઉપલેટા તાલુકાના આગેવાનો દ્વારા ખાખી જાળીયા, અરણી, ખીરસરા, ટીમ્બડી, કલારિયા, ભાંખ ગામ ખાતે ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી.આ ખાટલા બેઠકમાં ઉપસ્થિત ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, માર્કેટિંગ યાર્ડ વા.ચેરમેન રાજાભાઈ સૂવા, તાલુકા ભાજપ આગેવાન બાબુભાઈ હુંબલ,સા.ન્યાય સમિતિ ચેરમેન બાલુભાઇ વીંઝુંડા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડિયા, મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા,  દલપતભાઈ માકડિયા, નાથાભાઈ સૂવા, બાબુભાઇ રાઠોડ, બધાંભાઈ ભારાઇ, વિજયભાઈ પાઘડાર, રસિકભાઈ પાટડિયા યુવા મોરચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.આ તકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ જણાવ્યું હતુ કે ખેડૂતો માટે હર હંમેશ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે સંવેદનશીલ રહી ચિંતા કરી છે. કૃષિ વિધેયકના વિરોધીઓનો ભ્રામક પ્રચાર સામે ખેડુતોને અવગત કર્યા છે.

Loading...