Abtak Media Google News

અગાઉ મુજબ ટીડીઓ-મામલતદારના કાઉન્ટર સહીના દાખલાઓ સ્વીકારવા લોક માંગ

રાજય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવે ફરજિયાત ફોટાવાળો જ આવકનો દાખલો કઢાવવાનો નિર્ણય કરતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અગાઉ મુજબ જે દાખલા ચાલતા તેવા ટીડીઓ મામલતદારના કાઉન્ટર સહીના દાખલાઓ સ્વીકારવા લોક માંગ ઉઠી છે.

મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં મધ્યમ વર્ગ માટે આવક મર્યાદા રૂા.૪ લાખ સુધીની હોય ત્યારે જે તે વિસ્તારના તલાટી કમ મંત્રી અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીનો દાખલો કઢાવવાનું હોય છે. એવી જ રીતે શહેરી વિસ્તારોમાં નગરપાલીકા અને ત્યારબાદ મામલતદારનો આવકનો દાખલો લેવાનો હોય છે. અત્યાર સુધી જે તલાટી મંત્રી અને નગરપાલીકામાં ચીફ ઓફીસરનાં દાખલા ઉપર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કાઉન્ટર સાઈન કરી આપતા જેના આધારે મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આવતું હતુ પરંતુ તાજેતરમાં રાજય સરકારના અધિકારીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને લોકોને જાણે પરેશાન કરવાનાં મૂડમાં હોય એવી રીતે અત્યાર સુધી ચાલતા કાઉન્ટર સહીના દાખલાઓ સદંતર બંધ કરી જે તે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ફોટા વાળા જ આવકના દાખલા ચલાવવાનો નિર્ણય કરેલ છે જેના આધારે અનેક પરિવારો હેરાન-પરેશાન થઈ ગયેલા છે. વર્તમાન પરિસ્થિતિમાં આવકનો દાખલો કઢાવવો ઘણું મુશ્કેલ બની ગયેલ છે. કારણ રૂપીયા ૫૦નો સ્ટેમ્પ પેપર મળવો ઘણું મુશ્કેલ છે. અને કદાચ એમ મળી પણ જાય તો જે તે મામલતદાર ઓફીસમાં ૫૦%ના કામ ઉપર કર્મચારીઓ હાજર હોય કે ના પણ હોયતો ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તેમજ જે તે તાલુકાના ડ્રેસ ઓપરેટરો કે જે મા અમૃતમની કામગીરી કરે છે. તેને પણ આવા પરિપત્રો લોકોને બતાવે તો પણ ઘણી બધી મગજમારીઓ અરજદારો કરતા હોય છે. એમનો પણ અમને સામનો કરવો પડે છે.

સરકાર તાજેતરમાં કરેલા પરિપત્રોનો જરૂરી સુધારો કરી અગાઉ ચાલતા તેવા કાઉન્ટરના દાખલા મુખ્યમંત્રી મા અમૃતમ યોજના આવકના દાખલા તરીકે સ્વીકારે તેવી લોક માંગણી ઉદભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.