Abtak Media Google News

નાથીયાના ૧૯૯૯નાં કાવતરામાં બે વ્યકિતએ જાન ગુમાવ્યા હતા: જો બીજો બોમ્બ બ્લાસ્ટ સ્કુલમાં થયો હોત તો મોટી ખુંવારી સર્જાત

ઉપલેટામાં છેલ્લા આઠ દિવસ થયા ઠેર-ઠેર બોમ્બ બ્લાસ્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. બોમ્બકાંડનો ભેદ ખુલ્યો છે તેમાં મુખ્ય આરોપી નાથા રવજી ડોબરીયાનું નામ ખુલતા શહેરમાં નાથીયા ઉપર ફિટકાર વરસી રહ્યો હતો. શહેરના પોરબંદર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટીને ૧૬ તારીખે કોઈ કુરિયર મારફત ગીફટ નામે કોઈ પાર્સલ મળેલ.

આ પાર્સલ જેના નામે આવેલ તે સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઈ ડોબરીયા ત્રણ દિવસ બાદ ખોલવાનો પ્રયાસ કરતા તેને પાર્સલમાં કોઈ અજુગતું લાગતા તેને સ્થાનિક પોલીસને જાણ કરતા શહેરના પી.આઈ એસ.જી.પલ્લાચાર્યએ જીલ્લા પોલીસ વડાનું માર્ગદર્શન માંગી આ પાર્સલની તપાસ ચલાવેલ.

તપાસના અંતે આ પાર્સલમાં બોમ્બ હોવાનું માલુમ પડતા બોમ્બને નકામા બનાવી જીલ્લા પોલીસ વડાએ જુદી-જુદી પાંચક જેટલી પોલીસની ટીમમાં બનાવી તપાસનો ધમધમાટ ચાલુ કરેલ. તપાસમાં પાર્સલ જેના નામે આવેલને ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઈ ડોબરીયાની જીણવટભરી પુછપરછ કરી તેને જેની સામે દુશ્મનાવટ અને આર્થિક વ્યવહારનાં તપાસ બાદ આ પાર્સલ કયાંથી આવેલ તેની પણ તપાસ ચાલુ રહેલ અંતે આ પાર્સલ અમરેલીમાંથી આવવાનું માલુમ પડતા જીલ્લા પોલીસ વડાએ તપાસ દિશા નજીક દેખાતા ક્રિષ્ના સ્કુલના ટ્રસ્ટી વલ્લભભાઈ ડોબરીયાને જેની સાથે મિલકતનો કોર્ટ મામલો ચાલતો હતો.

તે મુળ ઉપલેટાનો અને હાલ રાજકોટ રહેતો પટેલ વૃદ્ધા નાથો રવજી ડોબરીયાને ઉઠાવી લઈ તેની આગવીઢબે સરાભરા કરતા સીસીટીવી ફુટેજના આધારે અમરેલી અને રાજકોટ બસ સ્ટેન્ડમાં નાથીયો ખંભે કાળા કલરની બેગ લઈને આટા મારતો હોય તેવા ચહેરે દેખાતા પટેલ શખ્સ નાથીયા ઉપર પોલીસે તપાસની ભીંસ વધારતા નાથીયાએ વટાણા વેરી નાખતા આજથી ૧૯ વર્ષ પહેલા ઉપલેટાના બોમ્બ બ્લાસ્ટમાં પણ પોતે જ હોય તેવી કબુલાત પોલીસ વડા સમક્ષ આપતા સમગ્ર તપાસનો ભેદ ખુલ્લી ગયો હતો.

જેમાં બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ અને મુખ્ય આરોપી ઉપલેટાનો પટેલ વૃદ્ધ શખ્સ નાથીયો નિકળતા તેના ઉપર ફિટકાર વરસી રહ્યો હતો. શહેરમાં ૧૯ વર્ષ પહેલા જે બ્લાસ્ટ થયો હતો તેમાં ગીરીશ લક્ષ્મણભાઈ સોજીત્રા અને રતિલાલ જીવરાજભાઈ પાદરીયા નામના બે પટેલોના મોત થયા હતા જયારે બટુકભાઈ રવજીભાઈ મુરાણી નામના પટેલ યુવાને દ્રષ્ટી તેમજ ઘ્વની ગુમાવી દીધી હતી.

જો ગીરીશ સોજીત્રાએ ઘરે પાર્સલ ખોલ્યું હોત તો આખો પરીવાર ખત્મ થઈ જાત

૧૯૯૯માં જે પાર્સલ નાથીયાએ મોકલેલ તે માત્ર ગીરીશભાઈ સોજીત્રા પરીવારને સાફ કરી નાખવા માટે જ મોકલેલ પણ ગીરીશભાઈ સોજીત્રાએ આ પાર્સલમાં જમીનના કાગળો છે તેમ માની પાર્સલ ગાંધી ચોકમાં આવેલ સલાહકાર રતિલાલ પાદરીયાની ઓફિસે ખોલતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનના બારી-દરવાજા મેડી ઉપરથી નીચે પડી ગયા હતા. બોમ્બની તાકાત જોતા જો આ પાર્સલ ઘરે ખોલવામાં આવ્યું હોત તો ઘરના તમામ સભ્યો બપોરના સમયે હાજર હોય છે તે તમામ સાફ થઈ જાત.

બ્લાસ્ટમાં બે લોકો નિર્દોષ આવી ગયા

બ્લાસ્ટમાં જો ગીરીશભાઈ સોજીત્રા મુખ્ય ટાર્ગેટ હોય તો તેમની સાથે રહેતા રતિભાઈ પાદરીયા અને બટુકભાઈ મુરાણી બંને નિર્દોષ આવી ગયા હતા. બ્લાસ્ટમાં સ્થળ ઉપર ગીરીશભાઈ સોજીત્રા અને રતિલાલ પાદરીયાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે બટુકભાઈ મુરાણીને ઈજા થતા તેને આંખ અને કાન ગુમાવવાનો વારો આવ્યો હતો.

૧૯૯૯માં શા માટે નાથીયાએ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો ?

૧૯ વર્ષ પહેલા ગાંધીચોકમાં આવેલ રતિલાલ પાદરીયાના મકાનમાં બોમ્બ બ્લાસ્ટ થતા તેમાં ઉપલેટા સરદાર પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગીરીશભાઈ લક્ષમણભાઈ સોજીત્રા અને જમીન-મકાનના સલાહકાર રતિલાલ જીવરાજભાઈ પાદરીયાના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જયારે ત્યાં દુર હાજર રહેલા પટેલ સમાજના યુવાન બટુકભાઈ રવજીભાઈ મુરાણીને આંખમાં ઈજા થતા તેને આંખ અને કાન ગુમાવી દીધા હતા. જે-તે વખતે આ બ્લાસ્ટની તપાસમાં સી.જી.ચુડાસમા અને જનકાર સહિતના અધિકારીઓએ અનેક લોકોની પુછપરછ કરેલ પણ આજદિન સુધી કોઈ તપાસ જેમની તેમ રહેવા પામી હતી પણ ૧૯૯૯માં નાથીયાએ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો શા માટે તેવા સવાલમાં ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે.

બાપ-દાદાને જે-તે વખતે ગોંડલ સ્ટેટ અશ્ર્વિન ટોકીઝ અને સ્મશાન રોડ વચ્ચે આવેલ જમીન વાવવા માટે આપેલ હતી. સમય જતા તે જમીન ઉધડવાળી જમીન તરીકે ઓળખાતી હતી. આ જમીનના મુળ માલિક રવજી જેઠા ડોબરીયા હતા પણ રવજી જેઠા ડોબરીયાને સંતાનમાં કોઈ પુત્ર ન હોવાથી તેને તેના ભાઈ મોહન જેઠાના બે દિકરા પરસોતમભાઈ અને નાથીયો હતા તેમાં નાથીયાને રવજી જેઠાભાઈ ડોબરીયાએ દતક લીધો હતો.

તેથી ઉધડવાળી જમીન રવજી જેઠાભાઈ ડોબરીયાના વારસદાર તરીકે નાથીયો આવતા આ જમીન શંકરસિંહ વાઘેલાના વખતમાં ઉધડવાળી જમીન મુળ માલિકને પરત આપવી તેવો નિર્ણય કરતા આ જમીન બજારમાં આવેલ પણ નાથીયાને કાગળો બાબતે કોઈ ખબર ન પડતી હોય તેને આ જમીનનું જે-તે વખતે ૧૨ લાખમાં મૌખિક વેચાણ કરી આપેલ. જેમાં ગીરીશભાઈ લક્ષમણભાઈ સોજીત્રા, કિશનભાઈ વસોયા, પુનાભાઈ સોજીત્રા અને નાથીયાનો ભાઈ પરસોતમભાઈએ વેચાણ લીધેલ હતી.

આ જમીનના કાગળો જેમ-જેમ આગળ વધતા ગયા તેમ-તેમ નાથીયાનું દિમાંગ તેજ થતું ગયું તેને વેચાણ આપેલ જમીન લેનારાઓ સાથે જીણી-જીણી વાતોમાં ઝઘડા કરી લેતો હતો. આખરે જમીન ખરીરનારાઓ ગીરીશભાઈ સોજીત્રા સહિતનાઓએ બાર લાખના બદલે ૧૪ લાખ રૂપીયા આપી આ જમીનની પાવર ઓફ પેટેની બનાવી લીધેલ તેમાં નાથીયો તેનો ભાઈ પરસોતમભાઈ તેમજ ગીરીશભાઈનો ૨૫% ટકા હિસ્સો હતો.

જયારે ૧૫ પૈસામાં કિશનભાઈ ઉકાભાઈ વસોયા અને ૧૦ પૈસામાં પુનાભાઈ દેવાભાઈ સોજીત્રા હતા. સમય જતા જમીનના કાગળો ટાઈટલ થવા લાગતા આખરે એક દિવસે જમીન ટાઈટલ કિલીયર થઈ તેનો ઓર્ડર આવવાનો બાકી હતી તે સમયગાળા દરમ્યાન જમીનની કિંમતમાં વધારો થઈ ગયેલ તે વાત નાથીયાના મગજમાં ઘુસી ગયેલ. નાથીયાને ખબર હતી કે જમીનનો ઓર્ડરના કાગળો આવે તેમ છે. આ સમય દરમ્યાન નાથીયાની જમીનની બાજુમાં આવી જ જમીન બટુકભાઈ રવજીભાઈ મુરાણીના પરીવારોની પણ આવેલ.

આ જમીનના કાગળો પણ ત્યારે કરવાની પ્રોસેસ ચાલતી હતી ત્યારે આ પ્રોસેસ દરમ્યાન નાથીયાની જમીનની બાજુમાં ખાડાવાળી જમીન તરીકે ઓળખાતી જમીનમાં ગીરીશભાઈ સોજીત્રાને અન્ય લોકો સાથે નજીવી બોલાચાલી થતી હતી. આ તકનો લાભ લઈ નાથીયાનું દિમાંગ તેજ થઈ ગયું તેને પોતાની કિંમતી જમીનમાં ગીરીશભાઈ સોજીત્રા સહિતનાઓને ભાગ ન આપવો પડે તે માટે તેને ગીરીશભાઈ સહિતના પરીવારનું કાશળ કાઢી નાખવાનું નકકી કરેલ ત્યારે નાથીયો મોટેભાગે વાડીમાં જ રહેતો હતો.

શૈતાની સ્વભાવનો નાથીયાને ખબર હતી કે ગાંધીનગરથી જમીનના કાગળો આવવાના છે તે વાતને ધ્યાનમાં રાખી તેને બોમ્બનું પાર્સલ રતિલાલ પાદરીયા જે બોમ્બ બ્લાસ્ટમાં ૧૯૯૯માં મૃત્યુ પામ્યા તેની ઓફિસના સરનામે ગીરીશભાઈ સોજીત્રાના નામ ઉપર લખી બોમ્બનું પાર્સલ ગાંધી ચોકમાં મકાનના દસ્તાવેજ લખવા ઘડવાનું કામ કરતા વકિલને ત્યાં કોઈ મારફત મોકલાવેલ હતું. આ પાર્સલ ગીરીશભાઈ સોજીત્રાને મળતા તેઓએ ખોલતા તેમાં બ્લાસ્ટ થયો હતો તે બ્લાસ્ટમાં બેના મોત થયા હતા.

ગીરીશ સોજીત્રા પણ તાકાતવાર માણસ હતો

3 86

૧૯૯૯માં જે બોમ્બ બ્લાસ્ટમાં મોતને ભેટેલ ગીરીશભાઈ લક્ષમણભાઈ સોજીત્રા એમ.એ., બી.એડ સુધીના ઈંગ્લીશમાં અભ્યાસ કર્યો હતો. નાનપણથી જ સમાજ સેવા અને નાના માણસોની સેવા કરવાની ધગશને કારણે નાની ઉંમરે ઉપલેટા સરદાર પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ, નગરપાલિકાના સભ્ય તરીકે જવાબદારી સંભાળતા હતા. તેની ધગ રાજકીય આગેવાનો, મંત્રીઓ સુધી હતી. તેઓ બહોળુ મિત્ર-વર્તુળ અને સાહસિક સ્વભાવને કારણે કોઈ તેની સામે બોલવાની હિંમત પણ કરતું નહીં ત્યારે ૧૯૯૯માં તેને દગો કરીને મારી નાખવામાં આવેલ.

નાથીયાના બોમ્બ બ્લાસ્ટને કારણે બે પરીવારો છીન્ન-ભીન્ન થઈ ગયા છે: ત્રીજો પરીવાર બચી ગયો4 60

૧૯૯૯માં શહેરમાં ગાંધીચોકમાં બ્લાસ્ટ મોકલનાર નાથિયાને કારણે બે વ્યકિતઓ જાન ગુમાવી દીધેલ તેમાં રતિલાલ પાદરીયાના પત્ની પિયર જતા રહેલા અને તેના પરીવારમાં પુત્રો આજે પણ ધંધા વગરના છે. જયારે આ બ્લાસ્ટમાં બીજા મૃત્યુ પામનાર ગીરીશભાઈ લક્ષમણભાઈ સોજીત્રાના વિધવા શોભનાબેન આજે પણ ઉપલેટામાં ગીરીશભાઈના નાનાભાઈ સાથે રહી જમીન કે ધંધો ન હોવાને કારણે પશુ-વ્યવસાય સાથે સંકળાઈ પોતાના બે સંતાનોને ભણાવી ભરણપોષણ કરી રહ્યા છે. જયારે ત્રીજો પરીવાર ભગવાનની મહેરબાનીથી પ્રો.વલ્લભભાઈ ડોબરીયાની સજાગતાના કારણે બચ્ચે ગયેલ છે ત્યારે મુળ ઉપલેટાના અને હાલ રાજકોટ રહેતો નાથીયા ઉપર ફિટકાર વરસી રહ્યો છે.

ઉપલેટાના બન્ને બોમ્બ બ્લાસ્ટના ઉકેલમાં મુળ પ્રો.ડોબરીયાની હિંમત કામ કરી ગઈ

છેલ્લા સાત દિવસ થયા શહેરમાં ઠેર-ઠેર બ્લાસ્ટની ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં બ્લાસ્ટનું પાર્સલ જયાં આવ્યું હતું તે ક્રિષ્ના સ્કુલના સંચાલક પ્રો.વલ્લભભાઈ ડોબરીયા ડાયરામાં આવ્યા હતા પણ પ્રો.વલ્લભભાઈ ડોબરીયાએ પાર્સલ સહિતની પરિવારના આર્થિક તેમજ સામાજીક જવાબદારી સહિત વાતો પોલીસને સંપૂર્ણ કહી દીધેલ અને સાત-સાત દિવસ સુધી પોલીસની હિરાસતમાં રહી સંપુર્ણ સત્ય રીતે તપાસમાં સાથ-સહકાર આપતા ૧૯૯૯ વારો બ્લાસ્ટના મામલાનો ભેદ ઉકેલાઈ ગયો અને જો આ ભેદ ન ઉકેલાયો હોય તો શૈતાની માણસ ધરાવતો નાથીયો હજી ત્રીજી વખત પણ કયાંક દુશ્મન સામે બ્લાસ્ટની કળા કરત ત્યારે ક્રિષ્ના સ્કુલના સંચાલક પ્રો.વલ્લભભાઈ ડોબરીયાને ખરેખર ધન્યવાદને પાત્ર છે. વિવિધ ટીકાઓનો સામનો કરી આખરે દુધનું દુધ અને પાણીનું પાણી કરવામાં મહત્વનો ભાગ ભજવેલ.

 

રૂયાની લાલચ નાથીયાને બોમ્બ બ્લાસ્ટ તરફ લઈ ગઈ

મુળ જમીન પોતાની હોય પણ તે કિંમતી થઈ જતા નાથીયાના મનમાં રૂપીયા દેખાતા મગજ પર શૈતાન સવાર થઈ ગયો હતો તેને જમીનમાં કોઈને ભાગ ન દેવો પડે તે માટે ગીરીશભાઈ સોજીત્રાને તેમજ તેમના પરીવારને જો મીટાવી દેવામાં આવે તો આ જમીન તમામ રૂપીયા પોતાની પાસે આવી જાય તેવા આશયથી આ ષડયંત્ર કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.