ઇંધણનું પણ અપગ્રેડેશન, જાન્યુઆરીથી આવશે BS-VI ફ્યુઅલ

indian
indian

વાતાવરણમાં વધી રહેલી પ્રદુષણની માત્રાને લઇને ગંભીર વિચારણા ચાલી રહી છે. તેવી સ્થિતિ વચ્ચે હવે ઇંધણનું અ૫ગ્રેડેશન કરીને પ્રદુષણ ઘટાડવાના આયોજનના અમલીકરણની તૈયારી કરી લેવામાં આવી છે. અત્યારે વાહનોમાં ભરાતું ઇંધણ BS-IV હોય છે. તેની સામે હવે BS-VI ઇંધણ આવશે. તેનાથી વાતાવરણમાં સલ્ફરનું પ્રમાણ ઘટાડી શકાશે.

ભારત સરકારે અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયનની સમકક્ષના ઇમિશન સ્ટાન્ડર્ડ ભારત સ્ટેજ-સિક્સ (BS-VI)ના અમલીકરણની તૈયારી શરૂ કરી દીધી છે અને તેને અનુરૂપ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝે  ફેરફાર લાવવો પડશે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા મુજબ અપગ્રેડેશન માટે રિફાઇનરીઓ દ્વારા કરવામાં આવતા ઇન્વેસ્ટમેન્ટ ઉપરની રિકવરી માટે ઓઇલ કંપનીઓ ઇંધણમાં ભાવ વધારો કરશે. પ્રાથમિક અંદાજ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ૩૦થી ૪૦ પૈસાનો વધારો થવાની શક્યતા છે. જ્યારે બીએસ-ફોર અને બીએસ-ફાઇવ ગ્રેડ વચ્ચેનો તફાવત સાધારણ હોવાથી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ગ્લોબલ પ્રાઇસ ઉપર આધારિત હશે.

પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ કહ્યું કે, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતા પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અને પબ્લિક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧લી એપ્રિલ, ૨૦૧૮થી જ નેશનલ કેપિટલ રિજનમાં BS-VI ગ્રેડ ઓટો ફ્યૂઅલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે દેશના બાકીના રાજ્યોમાં BS-VI ફ્યૂઅલ માટે એપ્રિલ-૨૦૨૦ની ડેડલાઇન નક્કી કરવામાં આવ્યુ છે.

ઇંધણમાં રહેલા સલ્ફરનું પ્રમાણ એ બીએસ-ફોર અનેBS-VI ફ્યુઅલ વચ્ચેનો મુખ્ય તફાવત છે.BS-VI હેઠળ ફ્યૂઅલમાં સલ્ફરનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઘટીને ૫૦ ટકાથી સીધું ૧૦ ટકાના સ્તરે આવી જશે.BS-VIને અનુરૂપ પેટ્રોલ-ડીઝલની ગુણવત્તાને સુધારવા માટે ઓઇલ રિફાઇરીઓ રૂ.૮૦,૦૦૦ કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.  ભારત પેટ્રોલિયમ મધ્યપ્રદેશના બીના જિલ્લામાં આવેલી રિફાઇનરીમાંથી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મથુરા અને પાણિપતની રિફાઇનરમાંથી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંજાબના ભટિંડામાં આવેલા ગુરુ ગોવિંદ સિંધ રિફાઇનરીમાંથી બીએસઇ-સિક્સ ફ્યૂઅલની સપ્લાય કરશે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ NCRમાં એપ્રિલ-૨૦૧૮થીBS-VI ફ્યૂઅલની ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ૯.૦૬ લાખ ટન પેટ્રોલ અને ૧૨.૬ લાખ ટન ડીઝલનો વપરાશ થયો હતો. ત્યાંના ૨૬૦૦ રિટેલ આઉટલેટ દરરોજ બે લાખ લીટર જેટલાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરે છે.  સુત્રોનું કહેવું છે કે, સરકારી માલિકીની કંપનીઓ આ રિફાઇનરીઓને અપગ્રેડ કરી દીધી છે અને તાત્કાલિક અમલ માટે નીચા સલ્ફર ધરાવતા ફ્યૂઅલની સપ્લાય કરવા માટે સક્ષમ છે.

Loading...