Abtak Media Google News

પૂ. ગુરુદેવ રાકેશભાઇના હસ્તે ભકિતસભર વાતાવરણમાં અનાવરણ કરાયું: બહોળી સંખ્યામાં અગ્રણીઓ રહ્યા ઉ૫સ્થિત

રાજકોટ શહેર  મહાર ભારતીય સંત શ્રીમદ્દ રાજચંદ્રજીના સમાધિસ્થળ તરીકે પણ સુવિખ્યાત છે. ઉત્કૃષ્ટક આત્મદશા, અસાધારણ પ્રતિભા, વિશિષ્ટ ધર્મપ્રભાવના, અદ્દભુત સાહિત્યસર્જન આદિના કારણે તેઓનું શુભ નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે. તેમના નિકટ સમાગમે ગાંધીજીનું નૈતિક  ચારિત્ર્ય ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યુઁ હતું. શ્રીમદ્દજીના સહજ આચરણરુપ સત્ય, અહિંસા અને ધર્મના સિઘ્ધાંતો આગળ જતાં ગાંધીવાદના મૂળભૂત સિઘ્ધાંતો બન્યા હતા. ગાંધીજીના આઘ્યાત્મિક માર્ગદર્શન એવા શ્રીમદ્દજી પછતાના અંતિમ દિવસોમાં રાજકોટ રોકાયા હતા. શ્રીમદ્દજીએ ૩૩ વર્ષની વયે રાજકોટ મઘ્યેપૂર્ણ જાગૃતિપૂર્વક પાર્થિવ દેહનો ત્યાગ કર્યો હતો. તેઓ નર્મદા મેન્શન ખાતે સભાધિસ્થ થયા હતા. આ સ્થાનને સમાધિભવન કહેવામાં આવે છે. ગાંધીજી જયારે આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેઓ સૌ પ્રથમ રાજકોટ આવ્યા અને રામનાથપરામાં તેઓના સમાધિમંદિરે દર્શન કર્યા હતા.

Photo 3ચૈત્ર વદ પાંચમના શ્રીમદ્દજીના સમાધિદિને રાજકોટમાં કબા ગાંધીના ડેલામાં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ગાંધીજી અને શ્રીમદ્દ રાજચંદ્રજીના ચિત્રપટનું અનાવરણ શ્રીમદ્દ રાજચંદ્રજીના પરમ ભકત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરુદેવ રાકેશભાઇના હસ્તે ભકિતસભર વાતાવરણમાં કરવામાં આવ્યાું હતું. ત્યારે ઉ૫સ્થિત લોકો ભાવવિભોર બની ગયા હતા. ગહન આઘ્યાત્મિક સંબધ ધરાવતા શ્રીમદ્દજી અને ગાંધીજીને અંજલીરુપ આ અનાવરણ આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.

આ પ્રસંગે મેયર જૈમનભાઇ ઉપાઘ્યાય ડે.મેયર દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમીશનર બંછાનીધી પાની, ડો સુશીલા શેઠ, શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદીરના ટ્રસ્ટી જગદીશ ભીમાણી, મહાત્મા ગાંધી ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી ગવર્મેન્ટ ગુજરાત ચાઇલ્સ રાઇટસ કમિશનના ડાયરેકટર મયુરભાઇ શાહ, બી.જે.પી. પ્રમુખ દેવાંગ માંકડ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. અંધ મહીલા વિકાસ ગૃહની બહેનોએ પ્રાર્થના અને ભજન ગાઇને કાર્યક્રમની શરુઆત કરી હતી ત્યારબાદ ઉ૫સ્થિત મહેમાનોએ પૂજય ગાંધીજીના ચિત્રપટને પુષ્પાંજલી અર્પી હતી.

ત્યારબાદ પુજય ગુરુદેવએ પોતાના ગુરુ શ્રીમદ્દ રાજચંદ્રજી અને ગાંધીજીના ચિત્રપટનું અનાવરણ કર્યુ ત્યારે જાણે એ બન્ને મહાત્માઓના પવિત્ર અને દિવ્ય સ્પંદનો વાતાવરણમાં રેલાઇ રહ્યા! પૂ. ગુરુદેવ ના જાગૃતિ પ્રેરક સત્સંગ અહીં બે દિવસથી શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદીરમાં યોજાયા છે. જેનો અઘ્યાત્મપ્રિય અને સુસંસ્કારી મુમુક્ષુજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગુરુદેવના માર્ગદર્શનથી વિશ્ર્વભરમાં હજારો વ્યકિતઓના જીવનમાં આત્મવિકાસના અજવાળા રેલાયા છે. વિશ્ર્વભરના લોકો તેઓની નિશ્રામાં શ્રીમદ્દ રાજચંદ્રજીના બોધનું અનુસરણ કરવા પ્રેરાયા છે. આજે સાંજે પણ તેઓના સત્સંગનો લાભ રાજકોટવાસીઓને મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.