Abtak Media Google News

શ્રીકૃષ્ણને કોરોના સામે લડવાનો વખત આવે એ માટે જન્માષ્ટમીનાં અવસરને ઉત્સવભીનો નહીં રહેવા દેવાનો સત્તાધીશોનો અભૂતપૂર્વ વ્યુહ: ઉજવણીનાં બધા જ માર્ગો પર અલીગઢી તાળા: ભય વિના પ્રિત નહીં જાગવાનો અપનાવેલો સિઘ્ધાંત: કાળો કાનુડો, નટખટ કાનુડાની શોભાયાત્રાની મોજ મજા બંધ: લોકમેળાઓ પ્રતિબંધિત, કોરોનાનાં સ્વરૂ પમાં કંશનો ચોમેર પ્રભાવ!

માનવી માનવ ન રહી શકયાની ઘડી આવી ગઈ અને આખા સમાજે તે જોવી પડી ! સ્મશાન, કબ્રસ્તાનમાં થઈ ભીડ કેટલી ? ઈશ્ર્વર અને અલ્લાહ પણ લાચાર બની ગયા ? હવે કયાં જવું તેવી સ્થિતિ ! કોરોના અને ધરતીકંપ ફરી ન આવે તેવી પ્રાર્થના

મનુષ્યથી કોઈ મોટુ નથી એવું હમણા સુધી પ્રસ્થાપિત થયું હતું. ફિલોસોફીકલી તેમાં તથ્ય છે જ પરંતુ આપણી જુની પુરાણી વાત જ ઉભી રહી છે કે ઈશ્ર્વરથી કોઈ મોટુ કે મહાન નથી અને જે કાંઈ આ પૃથ્વી ઉપર બની રહ્યું છે તેમની ઈચ્છા અને આશા નીચે જ બની રહ્યું છે ! આપણા દેશનાં લોકો સારી પેટે ઉત્સવપ્રિય રહ્યા છે અને એટલે જ આપણા વડવાઓએ આપણા સમાજમાં કોઈને કોઈ અવસરનો તાંતણો પકડીને પર્વ અને તહેવારોને ગોઠવણ કરી છે. આપણે ત્યાં અત્યારે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક, રાષ્ટ્રીય એમ જુદા જુદા સ્વરૂ પનાં તહેવારો અને પર્વ ઉજવવાની પ્રથા છે. જન્માષ્ટમી, ગોકુલઅષ્ટમી એમાનો એક અત્યંત લોકપ્રિય અને હૃદય અને મનને રોમાચિંત કરી દે તેવો ધાર્મિક તહેવાર છે. કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આપણા દેશમાં આ તહેવારની ઉજવણી પર સરકારી પ્રતિબંધ મુકાય તેવો દિવસ ઘણેભાગે કદાપિ આવ્યો હોવાનું નથી જોયુ કે નથી સાંભળ્યું. આપણા ભારતીય કેલેન્ડર અથાત વિક્રમ સવંતમાં આવુ જોવા મળ્યું નથી. કોરોના મહામારીનાં હાલના માહોલમાં પ્રથમ વખત આવી ઘટના બની છે જેમાં જન્માષ્ટમીનાં પર્વે યોજાતા મેળાઓ પર પ્રતિબંધ મુકાયો છે અને મંદિરો પણ બંધ રહ્યા છે. કોરોનાનાં કારણે આ વર્ષે ઘણું બંધ રહ્યું છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ન કરી શકાય એ અજબ જેવી કુદરતી ઘટના છે. આમેય કુદરત તો અવનવા ખેલ કરે છે. પ્રકૃતિ કયારેય કયાં ન જોવા મળી હોય એવી લીલાઓ કરે છે.

પ્રકૃતિની લીલા અદભુત છે ત્યારે જે હસે છે ત્યારે સર્વત્ર સૌંદર્ય અને આનંદ વર્તાય છે અને જયારે ક્રોધે ભરાય છે ત્યારે માનવીની અદશાનો પાર રહેતો નથી.

પ્રકૃતિનો કોપ ભુકંપ, જવાળામુખી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, નદીઓના પુર વગેરે વિવિધરૂ પે વ્યકત થાય છે. એ સૌમાં ભુકંપ એ કુદરતનું એક અતિ ભયાનક અને વિનાશક રૂ પ છે. પોતાના વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અભિમાન કરતો મનુષ્ય ભુકંપના એક જ આંચકે હતો ન હતો થઈ જાય છે. પ્રલયંકર પ્રકૃતિની એ વિરાટ શકિત સમક્ષ વામણા મનુષ્યની મર્યાદાઓ ઉઘાડી પડી જાય છે.  ભુકંપ થવાના કારણ વિશે જુના જમાનામાં વિવિધ માન્યતાઓ પ્રચલિત હતી. આપણા પુરાણકારોના મતે પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ જયારે પૃથ્વીને એક મસ્તક ઉપરથી બીજા મસ્તક ઉપર ફેરવે છે ત્યારે ભુકંપ થાય છે. ધાર્મિક વૃતિવાળા અનેક લોકોના મતે ધરતી માતા ઉપર જયારે પાપનો ભાર વધી જાય છે ત્યારે ભુકંપ સર્જાય છે. જોકે હવે વૈજ્ઞાનિક સંશોધનોએ ઉપર્યુકત માન્યતાઓને નકારી કાઢી છે. ભુકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીના પેટાળમાં રહેલી વરાળનું દબાણ જ છે.

ભુપૃષ્ઠ પરની તિરાડો વાટે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી તીવ્ર ગરમીને કારણે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતા ઘણી વધારે જગ્યા રોકતી હોવાથી ચારેબાજુ દબાણ કરે છે તેને પરિણામે ભુપૃષ્ઠ પરના નબળા ભાગો હલી ઉઠે છે તેને આપણે ધરતીકંપ કહીએ છીએ.

છેલ્લા ત્રણ-ચાર વર્ષની જે વાત કરીએ તો જાપાનથી શરૂ  કરીને હમણા જ ભુજ, કચ્છ તેમજ અમદાવાદ શહેરમાં ભુકંપથી હજારો લોકો મૃત્યુ પામ્યા: હજારો બેઘર બન્યા, કરોડો રૂ પિયાની માલમિલકત ધુળમાં મળી ગઈ. પૃથ્વીની આ જરા જેટલી હલચલ માનવીઓને મોતના જડબામાં ધકેલી દે છે. બચી ગયેલા માનવીઓના દુ:ખનો ય પાર રહેતો નથી. કેટલાય લોકો ઘાયલ અને અપંગ થઈ જાય છે. સ્વજનોના મૃત્યુ અને સર્વસ્વના નાશનું દુ:ખ એમના અંતરને કોરી ખાય છે. ભુકંપના નાનકડા આંચકાનો કારમો ઘા વર્ષો સુધી રુઝાતો નથી.

આ બધી કુદરતની લીલા અને કુદરતી આફતોનું જ પરિણામ હોય છે. કોરોના એવી જ એક કુદરતી આફત છે. જન્માષ્ટમીના તહેવારને સંપૂર્ણપણે બંધ રાખવો પડયો છે એ પણ કુદરતની જ લીલા સમજવી પડે. આગામી જન્માષ્ટમી રંગેચંગે ઉજવી શકીએ એવી અબતક પ્રાર્થના કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.