Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કોરોના મહામારીએ પુરા વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો  છે. ત્યારે દશેભરના રાષ્ટ્રીય સ્વયંસેવકો સંઘના સ્વયંસેવકો પણ કામે લાગી ગયા છે.

સંઘની શાખાઓ ઇન્ટરનેટ દ્વારા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થાનો પર સેવા કર્યો ચાલી રહ્યા છે. રાજકોટ જુદા જુદા વિસ્તારોમાં આયુવેર્દિક ઉકાળો, હોમિયોપેથીક દવાઓ, માસ્ક વિતરણ, સેનીટાઇઝરનું વિતરણ અને હાલ જરૂરિયાતમંદ લોકોને જયારે જમવાની તકલીફ પડી છે ત્યારે સંઘના સ્વયંસેવકો દ્વારા જીવન આવશ્યક વસ્તુઓની ર હજારની કિટ આપેલ છે. હજુ પણ કીટ બનાવવાનું ચાલુ છે. જુદા જુદા નગરમાં જરૂરિયાતમંદ કુટુંબને કીટ આપવાનું કામ ચાલુ છે.

ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં વિવિધ પ્રાંતના મજુરો વગેરેને ચા, પાણી, જમવાની વ્યવસ્થા, સામાનની કીટ વગેરે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંઘ અહવાન કરે છે કે આ ભગીરથ કાર્યમાં સૌ સાથે મળી તન મન ધન પૂર્વક સમર્પિત થાય. આ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંકજભાઇ રાવલ ૭૦૮૩૭ ૧૧૯૪૯૦, ૮૭૮૦૮૪૩૭૪૯ ડો. જીતેન્દ્રભાઇ અમલાણી ૯૮૨૫૦ ૭૭૭૦૧ તેમજ મુકેશભાઇ કામદાર ૯૪૨૮૦૧૨૭૮નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.