Abtak Media Google News

રાજકીય વાહવાહનાં ડીંગડીંગમાં તાત્કાલિક બ્રેકની તાતી જરૂર: એક બાજુ લોકડાઉનનો એકધારા ઝપાટાને કારણે સર્જાયેલી કપરી સ્થિતિમાં અસહાય હજારો લોકોને ખાવાપીવાની ચીજોની ચોમેર વ્યાપક સહાય પહોચાડવાનાં સેવાકાર્યો અને બીજી બાજુ અંધારા સર્જવાની અને દીવા પ્રગટાવવાની વડાપ્રધાનની અપીલ: ગોટે ચડેલી સરકાર અજબ જેવા વિરોધાભાસ સર્જીને પ્રજાને શું સંદેશ આપવા માગે છે?

આપણો અત્યારનો રાજધર્મ આપણા દેશના અર્થતંત્રની તમામ કમજોરીઓને દૂર કરવાનો છે. આપણા રાજકર્તાઓ અને દેશના નાનામોટા તમામ સુકાનીઓનો રાજધર્મ કોરોનાગ્રસ્ત ભારતની બેહાલીને થાળે પાડવાનો અને હાલના રાજકીય ક્ષેત્રને માત્ર વાહવાહનાં રાજકારણને તિલાંજલી આપીને તમામ શકિત હેરાન-પરેશાન થયેલી અને અસહાય હાલતમાં માનવસેવાને વરેલા સેંકડો દેશવાસીઓનાં હાથ મજબૂત કરવાનો તથા તેમને વધુને વધુ પ્રોત્સાહિત કરવાનો છે

એક ચિંતકે સાચુ કહ્યું છે કે, સામાજીક જીવનમાં એવો સમય પણ આવે છે કે, સમાજને સંતો કરતા સંસારીઓ ઉપયોગી બને છે.

આની સાથોસાથ એમ પણ કહી શકાય તેમ છે કે, માનવ સમાજના સેવાભાવીઓ અને સજજન પુરૂષો સત્તાધીશો કરતાં ઓછી ઉપાધી કે ચિંતા કરાવે છે.

એક ક્રાંતિકારી જૈન વિચારક કહે છે કે, આપણા ઘેર કોઈ સાધુ મહાત્મા ન પધારે તો આપણું કોઈ કામ અટકી પડતું નથી. પરંતુ જે દિવસે રસ્તો કે મહોલ્લો સાફ કરનારો માણસ ન આવે તે દિવસે હેરાન થઈ જવાય છે. એક બાલ બ્રાહ્મચારી કરતાં પાણીનો નળ સમારનારો પ્લમ્બર વધુ કામનો છે. સમાજને એક ગચ્છાધિપતિના દર્શન ન થાય તો કશું ખૂંટી પડતું નથી, પણ લાઈટનો ફયુઝ ઉડી ગયો હોય અને જો ઈલેકટ્રીશીયન ન મળે ખાસ્સી તકલીફ પડે છે. ગટર ઉભરાઈ હોય ત્યારે તે સારૂ કરનારો માણસ ન મળે ત્યારે જીવતે જીવન નરકનો અનુભવ થઈ જાય સંસાર છોડવાનું સહેલું છે, સંસાર ચલાવવાનું અને નભાવવાનું કામ કપરૂ છે.

સંસાર છોડવાની ફિલોસોફી કોઈના મનમાં જલ્દી બેસી જાય તેવી નથી જ એ અધરી પડે તેવી છે.

સંસાર જેમણે છોડી દીધો છે. એ લોકોને પહેરવા વસ્ત્રો જોઈએ છે. ખાવા માટે ભોજન જોઈએ છે અને પીવા માટે પાણી જોઈએ છે. રહેવા માટે ઘર નહિ તો મઠ, આશ્રમ કે ઉપાશ્રયની જરૂર પડે છે.

જેમકે સંસારીઓને વારસદાર તરીકે દીકરો જોઈતો હોય છે, તેમ આ વૈરાગીઓને પણ શિષ્યોની અપેક્ષા રહે છે.

કોઈ વ્યકિત સંસારમાં રહે છે ત્યારે એ સ્વાવલંબી અને પુરૂષાથી જીવન જીવે છે. પણ તે સંસાર છોડે છે ત્યારે નવું પરાવલંબી જીવન જીવે છે. તે અગર બીજા લોકોની મદદ વગર એ જીવી જ ના શકતો હોય, તો સમાજ છોડવાનો હેતુશો? વળી સમાજ છોડનારા સાધુઓ દુનિયાને રજમાત્ર પણ ઉપયોગી ખરા?

આ બધું આપણી અત્યારની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિને બરાબર લાગૂ પડે છે, અને તે ગમે તેવા કપરા સંજોગોને જરાપણ અફસોસ કે અજંપા વિના વધાવી લઈને તેને ઠીકઠાક કરી લેવાનો સંદેશો આપે છે.

અહીં, એક બાબત નકકી લાગે છે કે, આપણા અર્થતંત્રની હાલત નાની સરખી વિપરિત ઠોકર ખમી શકે તેમ નથી.. આ કારણે અત્યારના સમનો એ તકાજો છે કે, સરકારે તેના બિન જરૂરી ખર્ચમાં જંગી કાપ મૂકયા વિના અને ધીંગી કરકસર કર્યા વિના નહિ ચાલે…રાજકીય લાભાલાભની ઘણ કરી ગયેલી મનોદશાએ આ દેશને બેહાલને બરબાદ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જો ‘જાન હૈ તો જહાન હૈ’ જેવી દેશના અર્થની હાલત છે.અમે અહેવાલો દર્શાવે છે.

બાકી તો, અત્યારની વાસ્તવિકતા જોતાં એટલું જ કહેવું ઘટે : દોસ્ત, તારે બેઠો જ કરવો હોય તો માણસને બેઠો કર, ઈશ્ર્વર બે ઘર નથી, તું નિત નવા મંદિરો ઉભા ન કર..!

ખોટા ખર્ચ ન કર ખોટો સમય ન બગાડ, ખોટા ડોકટર પાસે ન જા. ખોટી દવાઓ ન કર.

અસત્ય ભાષી જીભ અને અભિમાન ભરી દ્રષ્ટિ વિલંબવના છોડી દે.

‘કોરોના’ને પરાજિત કરવાનો આ પણ એક ઉપાય છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.