Abtak Media Google News

ઉનાના કોબ ગામની સીમમાં ગેરકાયદેસર જીંગા ઉછેર કેન્દ્ર  કોબ ગામના પંચાયત તથા ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યાં છે .

તાલુકા, જીલ્લા તથા ગાંઘીનગર સુઘી આવેદન તથા મૌખિક રજુઆત પણ કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી..

ચાર દિવસ અગાઉ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ચાર દિવસમા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા દ્વારા દરોડા પાડવામાં આવેલા.. તા.૧૪/૯/૧૮ ના જનતા રેડ પાડતા નવાબંદર ઙજઈં તથા તેમની ટીમ દ્વારા અટકાયત કરી હતી અને મામલતદાર તથા ફીશરીઝ વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા …

ગાંઘીનગરથી જીંગા ફાર્મ બંધ કરવા સ્ટે ઓર્ડર પણ મળેલ તેમ છતા પણ આગેવાનો તથા ગ્રામજનોને સમજાવેલ કે જીંગા ફાર્મના માલિકોએ કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય હાલ કાર્યવાહી ન કરી શકાય.. તેવું કહીને ખોટા આશ્વાસન આપેલ અને ગીર સોમનાથ કલેક્ટર સાથે બેસીને આ અંગે નિવેડો લાવવા પ્રયત્ન કરીશું..

ત્યારબાદ  ફરી ગ્રામજનોએ ફરી પ્રાંત કચેરી ઉના ખાતે આવેદન આપીને  કોબ ગામ ખાતે ખારા વિસ્તારમાં જીંગા ઉછેર કેન્દ્ર ની સામે ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન ઉપર બેસ્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.