Abtak Media Google News

શાળા-કોલેજો પર્યટન અને થિયેટરો ખોલવા પર થઇ શકે છે જાહેરાતો

કોરોના મહામારી સામે સમગ્ર વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે ભારતમાં પણ સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે જો કે, છેલ્લા ઘણા અઠવાડીયાઓથી ઠપ્પ પડી રહેલી આર્થિક પ્રવૃતિઓને સરકાર ધીરે ધીરે ખુલ્લી મુકી રહી છે. ત્યારે આવતીકાલે અનલોકનો ચોથો તબકકો પૂર્ણ થવાનો છે. અને પેલી ઓકટોમ્બરથી અનલોક-પ શરુ થશે જે અંતર્ગત સરકાર કેટલીક નવી છુટછાટ જાહેર કરી શકે છે. જેમાં સંપૂર્ણ શાળા-કોલેજો, પર્યટન ક્ષેત્ર  થિયેટરો વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તાજેતરમાં વિડીયો કોન્ફરન્સ ના માઘ્યમથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ વાર્તાલાપમાં રાજયોને માઇક્રો કનટેનમેન્ટ જોન વ્યવસ્થાપન વધુ ઘ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું. આ વધુ અસરગ્રસ્ત રાજયોમાં સપ્તાહમાં એક કે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કે કરફયુ લગાવવાની સલાહ પણ આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અત્યાર સુધીમાં રેસ્ટોરન્ટ, મોલ, સલુન અને જીમ ખોલવાની દિશા નિદેશો બહાર પાડી ચુકયું છે. ત્યારે હવે અનલોક-પ હેઠળ કેન્દ્ર સરકાર અન્ય આર્થિક ગતિવિધી ઓ શરુ કરવા અંગે જાહેરાતો કરી શકે છે.

અનલોક-પ હેઠળ હવે થિયેટરો ખોલવા અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માસમાં સુચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ થિયેટરોમાં બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, સોશ્યલ ડિસ્ટન્સીંગની સાથે થીયેટરોમાં એક સીટ અને એક લાઇન છોડીને બેસવાની વ્યવસ્થા કરી શકાય છે. જો કે પશ્ર્ચિમ બંગાળ સરકારે ૧લી ઓકટોમ્બરથી પચાસ ટકા કે તેથી વધુ ઓછી ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની જાહેર કરી છે.

થિયેટરની સાથે પર્યટન પર પણ નિર્ણય લેવાઇ શકે છે. કોરોના મહામારીથી સૌથી વધુ નકારાત્મક અસર પર્યટન ક્ષેત્ર પર પડી છે. જે હવે શરુ કરવા ૧લી ઓકટોમ્બરે જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ કોઇ જાહેરાત થાય તેવી શકયતા છે. દેશમાં ગત ર૧ સપ્ટેમ્બરથી અનેક શાળાઓએ ૯ થી ૧ર માં ધોરણના વર્ગ શરુ કર્યા છે. જે આગળના સમયમાં પણ ચાલુ રહે તેવી આશા સેવાઇ રહી છે. જો કે પ્રાઇમરી શાળાઓ (૧ થી ૮ ધોરણના વર્ગો) હજુ પણ બંધ રાખવામાં આવી શકે છે. જયારે યુનિવર્સિટીઓ અને કોલેજોના નવા સત્રના એડમિશન શરુ થઇ ગયા છે. પરંતુ આ બાબતે ઓનલાઇન માઘ્યમ પર જ હજુ વધુ મુકાશે તેમ ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.