Abtak Media Google News

૧૬મી સદીમાં અહીં હનુમાનજીની મૂર્તી સ્વયંભુ પ્રગટ થઈ હતી

વર્તમાન કુનડ ગામની ધરતી પર પુરાતન કાળમાં ચાવડા વંશની રાજધાની કનકાવતી નામથી સોહામણા મહાનગરનો ઈતિહાસ અર્ધી સદી પહેલાના કાળમાં કચ્છથી ત્રાટકેલા જામરાવળની સેનાએ આમરણ ચોવીસી પર જામશાહીનો ઘ્વજ લહેરાવીને આગેકુચ કરી હતી ત્યારે ધમલપુર ધ્રોલના પાદરે ખેલાયેલા રણસંગ્રામમાં ધમણ ચાવડાનો ઘ્વજ વીંટાયો અને સાથે સાથે કુનડ પરની કનક ચાવડાની સતાનું તખ્ત પણ ખતમ થયું. એ પછી આ ચાવડાઓ ગુજરાત તરફ નાસી છુટયાનો ઈતિહાસ છે.  આ યુદ્ધ કાળમાં કનડ નજીક સ્વયંભુ પ્રગટ થયેલ હનુમાનજીની મૂર્તિ જોવા મળેલ અને આ જગ્યાએ જામરાવળજીના ગુરૂ પીતાંબર મહારાજ વગેરે એ વિ.સ. ૧૫૮૨ માં નાનકડું મંદિર બંધાવી આપેલ અને રાજય તરફથી દર વર્ષે દિવેલ માટે સવાસો કોરીનું વર્ષોધન કરાવી આપેલ . જામરાવળજીના રાજવીઓ અવારનવાર આ હનુમાનજીના દર્શન કરવા પધારતા હતા.જામનગરના પાયા વિ.સ. ૧પ૯૬માં રોપાયા હતા ત્યારે આ સંદિરના પુજારી મહારાજ જાનકી દાસજીને આમંત્રણ આપેલ તથા જામરાવળજીએ મહારાજને પાંચસો કોરી સખ્યવત અર્પણ કરેલ.

7537D2F3 19

વર્ષો પહેલા વિ.સ. ૧પ૮૨ માં સૌ પ્રથમ મહંતશ્રી રામદાસજી બાપુએ મંદિરનું ખાત મુર્હત કરેલ. બીજા નંબરના મહંતશ્રી જાનકીદાસજી બાપુએ વિ.સ. ૧પ૯૬ માં પુજારીની સેવા આપેલ. ત્રીજા નંબરના મહંતશ્રી રામચરણદાસજી બાપુ ની ઉંમર જામનગરની વિકટોરીયા રાણીના અવચન સમયે ૨૫ વર્ષ હતી અને ૧૫૦ વર્ષની વયે સાલ ૧૯૭૭માં શ્રીજી ચરણ પામેલ હતા.ચોથા નંબરનાં મહંતશ્રી રામભજનદાસજી (સીતારામ બાપુ) હતા.પાંચમાં નંબરના મહંતશ્રી પ્રેમદાસજી બાપુ સાલ ૧૯૬૦માં હતા. સાલ ૧૯૬૬ માં છઠઠા નંબરના અને હાલમાં હૈયાત મહંતશ્રી જગદેવદાસજી બાપુ પોતે પુરા મંદિરની જવાબદારી સંભાળ છે.અને રાતમાં નંબરના મહંતશ્રી અવધેશદાસજી બાપુએ મંદિરની સેવા પૂજા અને અર્ચનાનો કારભાર સંભાળેલ છે. આ મંદિરના વિશાળ પટાંગણમાં વર્ષો પહેલા પ્રતિભાશાળી સદ્દગત સંતો મહંતો અને પુજારીઓ સીતારામદાસજી તથા જાનકીદાસજીની ચરણ પાદુકાઓ પણ મંદિરમાં છે. આ ધર્મસ્થાનમાં રામચંદ્રજીના મંદિરના સર્જન બાદ રામ,લક્ષ્મણ અને જાનકીની મૂર્તિની ઈ.સ. ૧૯૬માં જોડિયા નિવાસી દાનવીર સ્વ. હંસરાજભાઈ જીવણદાસ મીરાણીએ પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરનો જીણોધ્ધાર કરેલ તેમજ વિ.સ. ૨૦૦૧માં હનુમાનજીના મંદિરનો પણ જીણોધ્ધાર થયો હતો.

આ મંદિર જોડિયાથી હડિયાણા તરફ જતાં માર્ગ પર કનડ ગામે આવેલ છે. જયાં આ મંદિરને કુનડીયા હનુમાનજી ના મંદિર તરીકે ઓળખાય છે. અને વર્ષોથી આ ધાર્મિક જગ્યાએ દરેવર્ષે માગશર સુદના તમામ શનિવારે આસપાસના તમામ ગામોએથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં લાંબી લાંબી કતારમાં ઉભા રહી દર્શનનો લાભ લે છે.અને આ હનુમાનજીના મંદિરની અનેક ચમત્કાર તથા પરચાઓની દંતકથાઓ છે. અને આ સ્વયંભુ મૂર્તિ ખુબ જ ચમત્કારી છે.જેથી ઘણા માણસો પોતાની માનતા પુરી કરવા માટે પગપાળા યાત્રા કરે છે. આજે પણ મંદિર વિકાસ પામતું જાય છે.આ મંદિર પાસે ખેતીવાડીની જમીન પણ છે.અને ૧૫ ગૌ માતા ગૌશાળામાં છે.અને આ મંદિર જામનગરથી કચ્છ તરફ જતાં માર્ગ પર જામનગરથી માત્ર ૪૦ કી.મી. દુર હાઈવે થી ખુબ જ નજીક આવેલ હોય ત્યાં સાધુસંતોને મહાપ્રસાદની તથા આરામની વ્યવસ્થા ઉપલબ્ધ છે. માગશર સુદના તમામ શનિવારે દરેક દર્શનાર્થીઓને મહાપ્રસાદ લેવા ખાસ સુચનાઓ આપવામાં આવે છે.આ મહાપ્રસાદને બનાવવાથી માંડીને ચા પાણીની તથા સર્ંપણ કામકાજની તમામ જવાબદારીઓ કુનડ ગામના ગ્રામજનો દ્વારા સંભાળવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.