ગોંડલના લીલાખા ગામે સિંચાઈનું પાણી આપવાની માંગ સાથે ખેડૂતોનું અનોખું પ્રદર્શન

ખેડૂતોએ ખેતરમાં રામધૂન બોલાવી મુખ્યમંત્રીને  માટે પત્રો લખ્યા

ભાદર  ૧ ડેમ માં ગોંડલ તાલુકા નાં લીલાખા ગામ પાસે આવેલ છે આ પાણી ખેડૂતો ને સૌની યોજના હેઠળ પાણી નાંખવા માટે ધોરાજી નાં મોટીમારડ નાં ખેડુતોએ અનોખી રીતે પ્રદર્શન કર્યું હતું જેમાં ખેડુતો એ રામધુન તથા ખેતરોમાં મૂખ્ય મંત્રીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પોસ્ટ પણ કર્યો હતો.

ભાદર ૧ ડેમ માં ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ છે તેમાં અત્યારની પરિસ્થિતિ ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાને કારણે ડેમની કેપેસિટી હજુ ૫૦ ટકા કરતાં ઓછો જીવન જથ્થો આવેલ છે જેના કારણે ભાદર એક સિંચાઇ યોજનાના ખંડેરિયાના ખેડૂતોને આગામી રવી સીઝનમાં પિયત માટે પાણી મળી શકે તેમ નથી જો ભાદર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી નાખવામાં આવે છે તો ડેમના જીવંત જથ્થો ૮૦ ટકા કરતાં વધારે થઈ શકે તેમ છે તો જ ખેડૂતોને આગામી રવી સીઝનમાં પિયત માટે પાણી મળી શકે તેમ છે જો ખેડૂતોને રવી સીઝનમાં પિયત માટે પૂરતું પાણી ન મળે તો ભાદર એક કમાન્ડર ગામના ખેડૂતોને લગભગ ૨૦૦થી ૩૦૦ કરોડનો રવિ પાકને ફાયદો થાય તેમ છે અને ભાદર એક કમાન્ડ વિસ્તારમાં ૩૩,૭૫૦ જેટલી જમીનમાં સિંચાઇનો લાભ મળી શકે તેમ છે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે જેથી ધોરાજીના મોટી મારડ ગામના ખેડૂતોએ અનોખો વિરોધ આવ્યો હતો ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રીને પણ પત્ર દ્વારા વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટીમારડ નાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો રામધુન તથા મુખ્યમંત્રી શ્રી ને ખેડૂતો દ્વારા ખેતર માં પત્ર લખ્યો હતો અને આ પત્ર ને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને પોસ્ટ દ્વારા મોકલાવેલ છે

Loading...