Abtak Media Google News

કૃષિ ક્ષેત્રનું સંકટ, રોજગાર સર્જન અને ર્આકિ વૃદ્ધિને ગતિ આપવા સહિતની ચેલેન્જ સ્વીકારી

ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો, શિક્ષણ અને મધ્યમ વર્ગના ઉતન માટેનું ચૂંટણીલક્ષી ફુલ ગુલાબી કેન્દ્રીય બજેટ નાણા પ્રધાન અરૂણ જેટલીએ રજૂ કર્યું છે. નાણામંત્રી અરૂણ જેટલી સવારે નાણા મંત્રાલય પહોંચી ગયા હતા અને મંત્રાલયના અધિકારીઓ સો ચર્ચા કરી ર્અતંત્રને પટરી પર રાખવા માટેનું બજેટ રજૂ કર્યું હતું. સંસદમાં બજેટ દરમિયાન તેમણે કોર્પોરેટ ટેકસ તેમજ ઈન્કમટેકસ સ્લેબમાં મોટા ફેરફારો અંગે પણ તૈયારી દર્શાવી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત નાણાપ્રધાન અરૂણ જેટલીએ હિન્દી ભાષામાં બજેટ રજુ કર્યું હતું.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ ૧૧ કલાકે બજેટને લોકસભામાં મુકયું હતું. ત્યારબાદ બજેટ ભાષણ શરૂ કર્યું હતું. ભાષણ ૨ કલાક જેટલું ચાલ્યું હતું. સરકારે ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો, શિક્ષણ અને મધ્યમ વર્ગના ઉતન માટેનું બજેટ જાહેર કરતાની સાથે સાથે નેતાઓ અને વેપારીઓ તરફી પ્રતિક્રિયા આવવા લાગી છે. વિરોધી પક્ષો પણ બજેટમાં ખામીઓને લઈ વિરોધ કરી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી નજીકમાં છે જેને ધ્યાને રાખીને સરકારે તમામને રાજી રાખવા કેન્દ્રીય બજેટમાં પ્રયાસ કર્યો છે. ખેડૂતો ઉપર સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત ગ્રામીણ જીવનના ઉતન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ પાછળ ધરખમ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. ગત બજેટ કરતા આ કેન્દ્રીય બજેટ મોદી સરકાર માટે વધુ મહત્વનું બની ગયું છે. સરકારે બજેટમાં રેલવે માટેની જોગવાઈઓની જાહેરાત પણ કરી દીધી છે.

લોકસભામાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સતત પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આજના બજેટ પર માત્ર ભારતીયોની જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વના દેશો તેમજ કંપનીઓની નજર રહી છે. બજેટમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ ગરીબો, ખેડૂતો તેમજ ઔદ્યોગોને લગતી મહત્વની જાહેરાતો કરી છે. સવારી જ નાણા મંત્રીનો કાર્યક્રમ વધુ વ્યસ્ત બન્યો છે. રાષ્ટ્રપતિ રામના કોવિંદના હસ્તાક્ષર નાણા પ્રધાન અ‚ણ જેટલીએ લીધા બાદ બજેટને વ્યવસ્તિ રજૂ કરવામાં આવ્યું છે.

કેબીનેટ મિટિંગમાં સામેલ યા બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ બજેટ લોકસભામાં રજૂ કર્યું છે. સામાન્ય માનવીની સાથે સા તમામ ક્ષેત્રોને રાહત આપવાનો પ્રયાસ કેન્દ્રીય બજેટમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર્યો છે. સામાન્ય લોકો માટે રાહતરૂપ બજેટની જાહેરાત કરી હોવાના દાવો સરકારનો છે. અલબત વિરોધ પક્ષોએ બજેટમાં રહેલી ખામીઓ શોધી કાગરોળ મચાવવાનું શરૂ કરી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન અરૂણ જેટલી તેમની સરકારનું પાંચમુ અને અત્યાર સુધીનું સંભવત સૌથી અઘરુ બજેટ જાહેર કરી ચૂકયા છે. આ બજેટ જીએસટીના કદાવર સુધારા બાદ સૌપ્રમ બજેટ હોવાથી સરકાર માટે અનેક પડકારો હતા. આવનાર મહિનાઓમાં આઠ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી છે જેમાં ત્રણ પ્રમુખ રાજયોમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. પરિણામે બજેટ કેન્દ્ર માટે ખૂબજ માથાનો દુ:ખાવો બની રહ્યું છે.

મનરેગા, ગ્રામીણ આવાસ, સિંચાઈ અને અન્ય યોજનાઓ માટે સરકારે ધરખમ રકમની ફાળવણી કરી છે. આ ઉપરાંત શિક્ષણ તેમજ રોજગાર સર્જન માટે પણ સરકારે બજેટમાં ખાસ ધ્યાન આપ્યું છે. સરકારે કોર્પોરેટ ટેકસ અને આવકવેરા વિભાગને પણ લક્ષ્યમાં રાખ્યા છે. એકંદરે બજેટ ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવી રહયું છે.

ગત બજેટના પાંચ પડકારોની વૈતરણી પાર કરતી સરકાર

મોદી સરકારના ગત બજેટમાં ર્આકિ વિકાસને લગતા પાંચ એવા પડકારો હતા જે આજે જાહેર યેલા બજેટમાં પાર કરવામાં આવ્યા છે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ ર્આકિ વિકાસને સતત ચાર વર્ષી તળીયે જતાં અટકાવવા માટે પ્રયત્નો કર્યા છે. જીએસટી જેવા નિર્ણયોના પગલે બજેટમાં સરકારને કેટલાક મોટી જાહેરાતો કરતા અટકાવ્યા છે. વૈશ્ર્વિક કક્ષાએ ઓઈલનો ભાવ વધારો ગત વર્ષે સરકારને નડી ગયો હતો. જૂન મહિના બાદ ઓઈલના ભાવમાં ૪૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. જેના પરિણામે ઈંધણના ભાવ આસમાન ચૂમી રહ્યાં છે. આ ભાવની અસર બજેટ ઉપર જોવા મળી છે. ગત બજેટમાં પણ આ પડકાર પાર પાડવાના પ્રયાસો યા હતા. આ ઉપરાંત જીએસટી કલેકશન અત્યારે ૮૬૭૦૩ કરોડ રહ્યું છે. પરંતુ જુલાઈ અને ઓગષ્ટની સરખામણીએ આ કલેકશન ઓછુ હોવાની ધારણા છે. ટેકસ કટમાં પણ સરકારે ગત બજેટમાં સહન કરેલા પડકારોને પાર પાડવા ચાલુ બજેટમાં પ્રયાસ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.