સફાઇ કામદારોની ભરતીના નિયમમાં સુધારો કરવા યુનિયનની માંગ

રાજકોટ મહા નગરપાલિકામાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઇ કામદારોની ભરતીના નિયમમાં સુધારો કરવા અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલને લેખીત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મુખ્ય મુદાઓમાં કોરોર્પરેશનમાં જે વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેનો ભરતીમાં મુખ્ય સમાવેશ કરવો, જે કામદારોની વયમર્યાદા થઇ ગઇ હોય તેની જગ્યાએ તેમના વારસદારોને ભરતીમાં લેવા વાલ્મીકી સમાજના આર્થિક બેકાર અને બેરોજગાર લોકોની સફાઇ કામદારોની ભરતીમાં સમાવેશ કરવો, વિધવા બહેનોને મહત્વ આપીતેઓનો સમાવેશ કરવો તેમજ ભરતી પ્રક્રિયા ડ્રો સીસ્ટમથી કરવા સહિતના મુદ્દે લેખીત રજુઆત કરવામાં આવી છે.

Loading...