Abtak Media Google News

દરરોજ સાંજે ૬૦૦થી વધુ લોકો જઠરાગ્નિ ઠારી રહ્યા છે

રૈયાધાર રામાપીર અન્નક્ષેત્ર દ્વારા રામદેવપીર મંદિરના લાલદાસબાપુ દ્વારા કોરોના વાયરસનાં લોકડાઉનના ચોથા દિવસથી જરૂરીયાતમંદ લોકોને રોટલી શાક, ખીચડી વિગેરે દરરોજ સાંજે ૭ થી ૯ કલાકે ભોજન તથા ટીફીનની સેવા આપવામાં આવે છે. આશરે ૬૦૦ થી ૭૦૦ લોકો આ લાભ લઈ રહ્યા છે. આવા કપરા સંજોગોમાં પણ આશરે ૧૦૦ જેટલા વકીલો તેમજ બીજી અનેક સંસ્થાઓનો સહુ દાતા ભકતોનાં સહકારથી આ અન્નદાનની સેવા અવિરત રીતે થઈ રહી છે. સેવા આપનાર મહાનુભાવો, સેવકો, કથાકાર શાસ્ત્રી શંકર મહારાજ, એડવોકેટો નયનભાઈ કોઠારી, નંદકિશોરભાઈ પાનોલા જે.બી. શાહ નૈમીશભાઈ કોટેચા, સી.એચ. પટેલ, રૂષભભાઈ કોઠારી, વિપુલભાઈ ચૌહાણ, હિતેષભાઈ પંડયા, હિમાંશુભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જયેશભાઈ બોઘરા, કેતનભાઈ મંડ, મયંકભાઈ પંડયા, વિજયભાઈ રૈયાણી સોનપાલ સહિતનો સહકાર મળી રહ્યો છે. દાતાઓએ ફાળો સામગ્રી લખાવવા માટે લાલદાસ બાપુ મો.નં. ૮૩૨૦૫૨૩૧૪૪ અને એન.જે.પાનોલા એડવોકેટ ૯૯૨૪૦ ૬૨૨૧૯નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.